અમરેલીમાં ખેડૂત તાલીમ વિષે વિડિયો કોન્ફરન્સ યોજાઇ

અમરેલી, અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.- અમર ડેરી ખાતે માનનીય વડાપ્ર્ધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ખેડુતોની આવક બમણી કરવાનાં સપનાને સાકાર કરવા ભારત સરકારનાં કૃષિ અને કિસાન ક્લ્યાણ મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા અને ભારત સરકારનાં કૃષિ મંત્રાલયનાં સેક્રેટરી,ભારત સરકારનાં હની-બી બોર્ડનાં ડાયરેક્ટર,ગુજરાત સરકારનાં આર.કે.વી.વાય એગ્રીક્લ્સર ડાયરેક્ટર , ગુજરાત સરકારનાં હોલ્ટ્રીક્લ્ચરનાં ડાયરેક્ટર,એન.ડી.ડી.બી. નાં ડાયરેક્ટર અને અમર ડેરી નાં ચેરમેન શ્રી તથા એમ.ડી સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.
ખેડુતોને આત્મનિર્ભર કરવા માટે મધમાખી પાલનથી મધઉછેર,મધ ઉત્પાદન,પ્રોસેસીંગ પ્લાન્ટ, માર્કેટીંગ અને ખેડુતોને મધ ઉછેર અને ઉત્પાદન કરવા માટેનું તાલિમ કેન્દ્ર સ્થાપવા સહીતની જરૂરી મંજુરી આપવા માટેનાં પ્રોજેક્ટ ને સત્વરે મંજુરી આપવાની કાર્યવાહી હાથ ધરવા સુચનાઓ આપવામાં આવેલ,જેથી અમરેલી જીલ્લાનાં અને રાજ્યનાં ખેડુતો અને પશુપાલકો મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનની સાથે-સાથે ખેડુતોએ વાવેલા પાકો જેમ કે કપાસ,તલ,રાયડો,વરીયાળી,ડુંગળી,અજમાં જેવા અનેક પાકોમાં મધમાખી પાલન થી ફલીનીકરણનાં કારણે કોઇપણ પ્ર્કારનાં રાસાયણીક ખાતર ઉપયોગ કર્યા વગર ખેત ઉત્પાદન માં 30% જેટલો વધારો મેળવી શકાય તેવી ખેડુતોલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.
મધુક્રાંતી થી મધ ઉત્પાદન કરીને ખેડુતોની આવક બમણી કરવા અને ખેતી ખર્ચ ઘટાડીને કૃષિ ઉત્પાદનમાં વધારો મેળવાનાં માનનીય વડાપ્રધાનશ્રીનાં સ્વપ્નને સાકાર કરવા આ અતિ મહ્ત્વનાં પ્રોજેક્ટને ભારત સરકારનાં કૃષિ ક્લ્યાણ મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા સાહેબ દ્વારા અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.-અમર ડેરી નાં પ્રોજેક્ટની સમિક્ષા અને પુખ્તતા કરી સત્વરે મંજુરી આપવાનાં આદેશો કરવામાં આવેલ છે જે બદલ ભારત સરકારનાં માનનીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા, દેશનાં સહકારી નેતા દિલીપભાઇ સંઘાણી તથા અમરેલીનાં લોકલાડીલા સાંસદ નારણભાઇ કાછડીયા નો અમરેલી જિલ્લાનાં ખેડુતો અને પશુપાકલો વતી અમર ડેરીનાં ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલીયાએ ખુબ-ખુબ આભાર માનેલ છે તેવું અમરડેરીનાં એમ.ડી.શ્રી ડો.આર.એસ.પટેલ ની અખબારી યાદીમાં જણાવેલ છે.