અમરેલીમાં ગંદકીનાં ગંજ રોગચાળો નોતરશે

  • શહેરનાં હનુમાન ગલી, ટાવર પાસે કાદવ કીચડને કારણે ચાલવુ પણ મુશ્કેલ

અમરેલી,
અમરેલીના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ગંજ જામ્યા છે શહેરના હનુમાન ગલી, ટાવર ચોક પાસે કાદવ કીચડને કારણે ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. છેલ્લા 4 વર્ષથી દર ચોમાસે આ હાલ થાય છે એટલુ જ નહી ધૂળની ડમરીઓથી ઉનાળે લોકોએ મુશ્કેલી વેઠવી પડે છે આઠ મહિના સતત મુશ્કેલી છતા કોઇ ધ્યાન આપતુ નથી. તત્કાલ સફાઇ કરી દવા છંટકાવ કરવા આ વિસ્તારમાંથી લોક માંગણી ઉઠી છે.