અમરેલીમાં ગજેરા હોસ્પિટલ ખાતે ડો. વિજય વાળાની સેવાનો શુભારંભ

  • અમરેલીના કોરોના વોરિયર્સ અને કુશળ ફીજીશ્યન એમડી ડો. વિજય વાળાની સેવાનો વ્યાપ વધશે : ડો. વિજય વાળાને શુભકામનાઓ પાઠવાઇ
  • રોજ સાંજે 5 થી 8 ડો. જીજે ગજેરા હોસ્પિટલ ખાતે ડો. વિજય વાળા સારવાર આપશે : શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ડો. વિજય વાળાને અને ત્રેલડા સહિત ચારનો જીવ બચાવનાર વિખ્યાત ગાયનેક ડો. ધ્રુતીબા વાળાને શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા

અમરેલી,
કોવિડના કપરા સમયમાં લોકોને સટીક સારવાર આપી પોતે કોરોનાગ્રસ્ત થઇ જવા છતા પણ ફરી કામે લાગી જનારા સાચા લડવૈયા અને નાની ઉમરે કુશળ તબીબ તરીકે નામના મેળવનાર ફીજીશ્યન એમડી ડો. વિજય વાળાએ રવિવારથી રોજ સાંજે 5 થી 8 સુધી શહેરના સેવાભાવી અને અનુભવી તબીબ ડો. ગોવિંદભાઇ ગજેરાની ગજેરા હોસ્પિટલ ખાતે નિદાન અને સારવાર આપવાનો શુભારંભ કર્યો છે અહીં લોકોને પીઢ અનુભવી ડો. ગોવિંદભાઇ ગજેરા ઉપરાંત યુવાન અને તરવરીયા કુશળ તબીબ ડો. વિજય વાળાની સેવાનો પણ લાભ મળશે.
રવિવારે સવારે ગજેરા હોસ્પિટલ ખાતે યોજાયેલા સાદગીસભર કાર્યક્રમમાં શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, નામાંકીત તબીબો, વેપારીઓ, સામાજિક આગેવાનોએ ડો. વિજય વાળાને શુભકામનાઓ પાઠવી હતી અને તબીબી ક્ષેત્રને વ્યવસાય નહી પણ સેવાનું ક્ષેત્ર ગણનારા ડો. વિજય વાળા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ધ્રુતીબા વાળાએ હજુ ચાર દિવસ પહેલા જ મધરાત્રે સિવીલમાં દોડી જઇ કોરોના પોઝિટિવ મહિલાની પ્રસુતી કરાવી એ મહિલા અને તેના ત્રણ બાળકો (ત્રેલડા) ને બચાવ્યા હતા તેમને અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી અને ડો. વિજય વાળાના પિતાશ્રી અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના અંગત મદદનીશ શ્રી બાવકુભાઇ વાળા અને શ્રીમતી રમાબેન વાળાએ ડો. વિજય વાળા તથા ધ્રુતીબા વાળાને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે અવધ ટાઇમ્સ દ્વારા અત્યાર સુધી મેડીકલ ક્ષેત્રને ઈશ્વર માની પુજા કરતા રહેલા જુની પેઢીના સિનીયર ડો. ગોવિંદભાઇ ગજેરા તથા તેમના જ પગલે ચાલી રહેલા ડો. વિજય વાળાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા, મુળશંકરભાઇ તેરૈયા, શ્રી આલા, વાલજીભાઇ ખોખરીયા, વલ્લભભાઇ ખેતાણી, હસુભાઇ સતાણી, ધાર્મિકભાઇ રામાણી, હાથીભાઇ ધાધલ, જીલુભાઇ ધાધલ, પૃથ્વીભાઇ ધાધલ, ભરતભાઇ બશીયા, વનરાજભાઇ વાળા, દડુભાઇ ખાચર, જીલુભાઇ વાળા, સુરેશભાઇ શેખવા, ડો. યાદવ, ડો. રાજુ કથીરીયા, ડો. ભાવેશભાઇ રામાનુજ, ડો. હરિશ ગાંધી, ડો. શશીભાઇ દવે, એનેસ્થેટીક ડો. જાની, ડો. વિરેન્દ્રભાઇ ધાખડા અને ડો. શિવેન્દ્રભાઇ ધાખડા, ડો. કપીલભાઇ વરૂ, ડો. કીરીટભાઇ દેસાણી, ડો. ડબાવાલા, શ્રી બાલાભાઇ વઘાસીયા, શ્રી દિનેશભાઇ ભુવાના પ્રતિનીધી, મનસુખભાઇ રૈયાણી, રાજુભાઇ કાશ્મીરા, મજબુતભાઇ બશીયા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમ ઉપસ્થિત રહી હતી.