અમરેલીમાં ગણિત વિજ્ઞાન પ્રયોગ શાળાનું ઉદ્ધાટન કરતા શ્રી ધાનાણી

  • અમરેલી પાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા
  • ઉદઘાટન કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને નગર શિક્ષણ સમિતિના હોદેદારોની ઉપસ્થિતિ
  • અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જેપી સોજીત્રાના લેબોરેટરી સ્થાપવા પ્રયાસો સફળ

અમરેલી,
અમરેલી નગરપાલિકા શૈક્ષણિક ઉપકર અનુદાન યોજના હેઠળ વિશ્વકર્મા ભવન ઉપર અમરેલી પાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત અને સરકાર પ્રેરિત શિક્ષણ ઉપકર અનુદાન યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલ. ડો. અબ્દુલ કલામ ગણિત વિજ્ઞાન પ્રયોગશાળાનું વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે શબ્દોથી સ્વાગત નગર પ્રા.શિ.સ. ના ચેરમેન જે.પી. સોજીત્રાએ કરતા જણાવેલ કે, શિક્ષકોનો અભીપ્રાય અને સહયોગ લઇ લેબ બનાવવાનું નકકી કરવામાં આવેલ. સ્લમ વિસ્તારના ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ આપવા ઉપર ભાર મુકયો હતો. શાસનાધિકારી જી. એમ. સોલંકીએ જણાવેલ કે, આ લેબ થકી ગણિત – વિજ્ઞાનના પ્રયોગો શીખીને બાળકો નાશા સુધી પહોંચે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. પી.પી. સોજીત્રાએ જણાવેલ કે, નગર શિક્ષણ કરમાંથી રૂા. 10 લાખ ગણિત – વિજ્ઞાન પ્રયોગ શાળા બનાવવા માટે મંજુર કરાવેલ. આ લેબનો ઉપયોગ જીલ્લાના વિદ્યાર્થીઓ પણ કરીને જ્ઞાન મેળવી શકે તેવી નમુનેદાર લેબ બનાવવામાં આવી છે. કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ધાટક પરેશભાઇ ધાનાણીએ જણાવેલ કે, નીચે રહેતો પાવડા અને તગારા પછાડવા પડે ? ઉપર ચડે તો ગણિત અને વિજ્ઞાનના શિક્ષણનો લાભ મળે. શ્રમિક પરિવારનો બાળક પગથીયા ચડી જાય તે આભે ઉડવા માડે. અમરેલી શહેરમાં ગાયકવાડ સરકાર દ્વારા શિક્ષણનો પાયો નખાયો હતો. આ લેબ શરૂ થતા શહેરના ધો. 6-7-8 ના બાળકોને આધુનિક પ્રયોગશાળાનો લાભ મળશે. પાઠય પુસ્તક આધારીત પ્રયોગોનું નિદર્શન, ગણિત – વિજ્ઞાન વિષયના પાયાનું જ્ઞાન આપી શકાય તેમજ પ્રોજેકટર દ્વારા ડીજીટલ શિક્ષણનો લાભ મળી શકશે. સુક્ષ્મદર્શક યંત્રો દ્વારા સુક્ષ્મજીવોનું નિદર્શન, સૂર્યમંડળ, ટેલીસ્કોપ દ્વારા અવકાશ વિજ્ઞાનની સમજ તથા નિદર્શન દ્વારા બાળકોને જ્ઞાનનો લાભ મળી શકશે. આ પ્રસંગે વિપુલભાઇ ભટ્ટી, સંદીપભાઇ પંડયા પણ ઉપસ્થિત રહયા હતા.