અમરેલીમાં ગામમાં યુવાને ગાયને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી, ગૌરક્ષકોના રોષ બાદ પોલીસે શખ્સની કરી ધરપકડ

રાજુલા તાલુકાના કાતર ગામે એક શખ્સે પથ્થરોના ઘા ઝીંકી ગાયની હત્યા કરી નાખી હતી. જેને પગલે પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. અહીના વિનુભાઇ દૃાનાભાઇ ભરવાડની માલિકીની એક ગાય તે જ ગામના મનુ દૃેવા બાંભણીયાનો ચારો ખાઇ ગઇ હતી. જેથી આ શખ્સ ઉશ્કેરાયો હતો. અને મધરાતે બારેક વાગ્યાના સુમારે ગાય પર તુટી પડયો હતો. આ શખ્સે ગાયના માથા પર મોટા મોટા પથ્થરોના ઘા ઝીંકયા હતા અને પગમા પાવડાના ઘા ઝીંકયા હતા. માથામા પથ્થરોના ઘા વાગવાથી ગાયનુ મોત થયુ હતુ. બાદૃમા આ શખ્સે ગામ લોકો સામે તેવી પણ કબુલાત કરી હતી કે મે જ ગાય મારી છે જેને ફોટા પાડવા હોય પાડી લે. ઘટનાને પગલે આ વિસ્તારના ગૌરક્ષકોમા રોષ ભભુકયો હતો અને પગલા લેવાની માંગ સાથે પોલીસ મથકે દૃોડી ગયા હતા. સ્થાનિક પોલીસે વિનુભાઇ ભરવાડની ફરિયાદૃ પરથી મનુ બાંભણીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઘટનાને પગલે રાજુલા પંથકના ગૌરક્ષકો પોલીસ મથકે દૃોડી ગયા હતા. પીઆઇ અંકુર દૃેસાઇએ આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદૃ ગૌરક્ષકોનો રોષ હળવો થયો હતો.