અમરેલીમાં ગાયકવાડના સમયમાં બનાવેલ ટાવરની દુર્દશા

અમરેલી,
અમરેલી શહેરમાં 100 વર્ષ પહેલા ગાયકવાડ સરકાર દ્વારા શહેરની મધ્યમાં ટાવર બનાવવામાં આવેલ. આ ઐતિહાસીક ઇમારત મરામતના અભાવે તેમને લુણો લાગ્યો હોય તેમ ખળભળી રહી છે.
ત્યારે આ ઐતિહાસીક ઇમારતને તંત્ર દ્વારા વહેલી તકે રીનોવેશન કરાવવુ જરૂરી છે. વર્ષો પહેલા મધ્યમ અને ગરીબ લોકો પાસે જ્યારે ઘડીયાળો અને મોબાઇલ ન હતા ત્યારે ટાવરના ડંકાઓ રણકતા હતા અને લોકોને સમયનો ખ્યાલ આપતા હતા. જે ટાવર આજે ઘણા સમયથી મુંગો બની ગયેલ છે. અને જર્મન મશીનરી જર્જરીત હાલતમાં હોવાથી કોઇ જુના કારીગર હોય તોજ તે રીપેર થઇ શકે તેમ છે. ટાવરના કાચ પણ તુટી ગયેલ છે. અને કાંગરાઓ પણ ખરી ગયેલ છે. તે રીપેરીંગ કરવા જરૂરી છે. અમરેલી શહેરમાં ટાવર એક ઐતિહાસીક ઇમારત છે. જેને સાચવવા માટે વહીવટી તંત્ર ઉણુ ઉતર્યુ હોય તેવુ જોવા મળી રહયુ છે.