અમરેલીમાં ગુરૂનાનક જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી

  • સરકારના નિયમ મુજબ સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી સાથે પુજાઅર્ચના કરી સિંધી સમાજે આસ્થા વ્યક્ત કરી
  • દર વર્ષની જેમ આ વર્ષે કોરોનાને કારણે સાદગીસભર ધાર્મિક કાર્યક્રમો સાથે

અમરેલી,અમરેલીમાં સુખઅમર ધામ મંદિર ખાતે ગુરૂનાનક જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી દરવર્ષની જેમ આ વર્ષ પણ ગુરૂનાનક જયંતિ પર્વ નિમિતે સમગ્ર સીંધી સમાજ દ્વારા સુખઅમર ધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમો સાથે ગુરૂનાનકની પુજાઅર્ચના કરી હતી. કોરોનાને કારણે શોભાયાત્રા જેવા કાર્યક્રમો મોૈફુક રાખી ફકત મંદિરે જ પોતાની આસ્થા વ્યકત કરી સીંધી સમાજે ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ હકુમતભાઇ ટીલવાણી, ઉપપ્રમુખ દિલીપભાઇ શીવનાણી, શંકરભાઇ શીવલાણી, જગદીશભાઇ સાવરણીવાળા અને મહિલાઓ તથા સમગ્ર સીંધી સમાજ સહપરીવાર ઉપસ્થિત રહયો હતો.