અમરેલીમાં ગુરૂવારે સ્મૃતિ ઇરાનીની જંગી જાહેર સભા

  • નગરપાલીકાની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોને જેગી લીડ અપાવવા
  • કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક જાહેર સભા યોજી ચુંટણીમાં નગારે ઘા કરશે

અમરેલી,અમરેલીમાં નગર પાલીકાની ચુંટણીઓમાં ભાજપના ઉમેદવારોને જંગી લીડ અપાવવા કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃૃતિ ઇરાનીની જાહેર સભા જેસીંગપરા નિલકંઠ ચોક ખાતે તારીખ 18ગુરૂવારે સવારે 10/30 કલાકે યોજાનાર છે જેમાં પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનો પણ જનમેદનની સંબોધશે. જાહેરસભાને સફળ બનાવવા પાલીકાના વોર્ડ નં,3ના ઉમેદવારો જયાબેન પ્રવીણભાઇ બારેૈયા, બ્રિજેશભાઇ પ્રવીણચંદ્ર કુરન્દલે, ખુશબુબેન દિગંતકુમાર ભટ્ટ, નિલેશભાઇ દેશાભાઇ ધાધલ સહીત ભાજપ કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.