અમરેલીમાં ગુુરૂવારે કોરોનાના વધુ પાંચ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં

અમરેલી,અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોનાના શંકાસ્પદ વોર્ડ માં ગઇકાલના દાખલ કરાયેલ ત્રણ દર્દી ઓના નમુનાઓનો રિર્પોટ નેગેટીવ આવ્યો છે અને તે ઉપરાંત અમરેલીમાં આજે ગુુરૂવારે કોરોના જેવા લક્ષણો સાથે વધ્ાુ પાંચ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જેમા અમરેલીના જાળીયાનો યુવાન, અમરેલીના દેવળીયાના વૃધ્ધા તથા રાજુલાના સીતાનગરના યુવાન અને અમરેલીના સામુદ્રી માતા મંદિર વિસ્તારની મહીલા તથા નાના બસસ્ટેન્ડ વિસ્તારનમાં રહેતા યુવાનને કોરોના જેવા લક્ષણો સાથે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તમામના સેમ્પલ લઇ અને ટેસ્ટીંગ માટે ભાવનગર મોકલવામાં આવ્યા છે.આ સાથે કોરોનાના આજ સુધીના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 49 એ પહોંચી છે જેમાના 44ના રિર્પોટ નેગેટીવ આવ્યા છે અને આજના પાંચ દર્દી ઓ ના રિર્પોટ પેન્ડીંગ રહયા છે.