અમરેલીમાં ગોંડલ નજીક ધરાળા ગામના કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ

  • અમરેલી જિલ્લામાં કોરોનાએ પાછો ફુંફાડો માર્યો : 6 કેસ
  • અમરેલીમાં કોરોનાનાં 35 દર્દીઓ સારવારમાં : 3 દર્દીઓ કોરોનામુક્ત થયા : કુંકાવાવ, ખાંભામાં 87, લીલીયામાં 75 લોકોને વેક્સીન અપાઇ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાએ પાછો ફુંફાડો માર્યો હોય તેમ ગુરૂવારે 6 કેસ નોંધાયા છે અને અમરેલીમાં ગોંડલના ધરાળા ગામના કોરોના પોઝિટિવ 56 વર્ષના મહિલા દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ હાલમાં અમરેલીમાં કોરોનાનાં 35 દર્દીઓ સારવારમાં છે અને 3 દર્દીઓ કોરોનામુક્ત થયા છે અને કુંકાવાવ, ખાંભામાં 87, લીલીયામાં 75 મળી કુલ 249 લોકોને વેક્સીન અપાયા છે.