અમરેલીમાં ગોપાલ ફાયર એન્ડ સેફટી અને કલેકટર ડીજાસ્ટર શાખા દ્વારા લાઇવ ફાયર ડેમોસ્ટ્રેશન યોજાયું

  • ફાયર સેફટીની જાગૃતિ માટે લાઇવ ડેમોસ્ટ્રેશનનું આયોજન

અમરેલી, જીલ્લા સેવાસદન કલેકટર કચેરી અમરેલીમાં ગોપાલ ફાયર એન્ડ સેફટી અને ડીજાસ્ટર મેનેજમેંટ શાખા દ્વારા ફાયર સેફટીની જાગૃતિ અંગે અમરેલી જીલ્લા સેવાસદન કચેરીમાં નાયબ કલેકટર , કલેકટર ઓફિસ સ્ટાફ, ડીજાસ્ટર મેનેજમેંટ સ્ટાફ, સફાઇ કર્મચારી, સિકયુરિટી જેવા વગેરે સ્ટાફ ને ફાયર સેફટીની જાગૃતિ માટે લાઇવ ડેમો સ્ટેશન ગોપાલ ફાયર એન્ડ સેફટી તરફથી કરવામાં આવ્યો છે. અને સાથે ફાયર સેફટી ને લગતી વળગતી તમામ માહિતી આપવામાં આવી છે. જેથી હાલ અવાર નવાર ફાયરની મોટી દુર્ઘટના નો સામનો કરી શકે અને મોટી જાનહાનિ ટળી શકે તે હેતુથી લાઇવ ડેમો કરવામાં આવ્યો છે. જેમાં વિગતવાર માહિતી અનુસાર કોઇ પણ વ્યકિત ને ફાયર સેફટી માટે માહિતી જોઇતી હોય તો તેની ફ્રી માં બૈજિક માહિતી માટે ગોપાલ ફાયર એન્ડ સેફટી તરફથી નંબર આપવામાં આવ્યો છે. 933271 62964 જે અંગે તમને ફાયર સેફટી ની બૈજિક માહિતી મળી શકશે.