અમરેલી, અમરેલીમાં ગૌ-માતાઓ ઉપર ઘાત બેઠી હોય તેમ એક જ દિવસમાં આઠના મોત થયા છે અને તેમાય લમ્પીએ જ આજના એક જ દિવસમાં છ ગાયના ભોગ લીધો હોવાના સમાચારથી ફફડાટ ફેલાયો છે.
અમરેલી શહેરમાંં કાલે ચાર અને આજે છ મળી એક સપ્તાહમાં 15 જેટલી નધણીયાતી ગાયોના લમ્પીથી મોતની આશંકા સેવાઇ રહી છે માલીકો વગર રખડતી નધણીયાતી ગૌ માતાઓની રક્ષા કરવા માટે અમરેલી પંથકમાં સાચા ગૌભક્તોની તાતી જરૂરીયાત દેખાઇ રહી છે.અમરેલીના પુર્વ નગરસેવક અને મૃત ગાયોને કોઇ મહેનતાણા વગર માર્ગો ઉપરથી ઉઠાવી તેની મંજીલે પહોંચાડવાની સેવા કરતા શ્રી મધ્ાુભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે આજે શહેરમાંથી અમે આઠ મૃત ગાયોને ઉઠાવી હતી જેમા છના શરીર ઉપર લમ્પી જેવા નિશાન હતા અને બે બીમારીથી મૃત્યુ પામેલ હતી અને કાલે અમે લમ્પીથી મૃત્યુ પામેલ ચાર ગાયો ઉઠાવી હતી તથા આજે પણ શહેરમાં અનેક જગ્યાએ બીમાર ગાયો હોવાના કોલ મળીે રહયા છે.