અમરેલીમાં ચાઇનીઝ દોરી સાથે ઝડપાયો

અમરેલી,
અમરેલી સીટી પોલીસ ઇન્સપેક્ટર શ્રી આઇ. જે. ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના હેડ કોન્સટેબલ દિનેશભાઇ સરવૈયા, જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા, અશોકસિંહ મોરી અને વનરાજભાઇ માંજરીયા તથા ચિરાગભાઇ માટીયાએ લાલાવદરના દર્શકભાઇ રમેશભાઇ મોરવાડીયાને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની બનાવટી 22 ફીરકી કિં.7700 સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતો.