અમરેલીમાં ચિતલ રોડની હાલત સરકાર માટે શરમજનક

અમરેલી,

ગુજરાતમાં અને દેશમાં સરકાર વિકાસનાં અનેક કામો કરી રહી છે અને લોકો તેને નિહાળી વખાણ પણ કરી રહ્યાં છે પણ અમરેલીની હાલત ઉંધી છે. અહીં દેશમાં વિકાસ થાય છે તેની સામે જે સુવિધા છે તે પણ ખરાબ થઇ રહી છે. પાયાની સુવિધા એવી માર્ગની વ્યવસ્થા અમરેલીમાં ખરાબ હાલતમાં મુકાઇ છે. નાના કે મોટા કોઇપણ વાહનો પસાર થતા જ ચિતલ રોડ ઉપર ઉડતી ધ્ાુળની ડમરીઓ ઉડે છે અને તેને જોઇને યુક્રેન અને રશિયાના યુધ્ધની ઝાંખી થાય છે અમરેલીના આ ચિતલ રોડે અંધશાળા,ગોળ હોસ્પિટલ, એરપોર્ટ, સરકારી આવાસો તથા ગાયત્રી શકિતપીઠ, દતમંદિર પોલીસ હેડકવાર્ટર સહિતના મહત્વના સ્થળો આવેલા છે છતા ચિતલ રોડ ઉપર ઠેર ઠેર હાડકા તોડી નાખે તેવા ખાડાઓ અને તેમાય પીજીવીસીએલ કચેરી પાસે રાતોરાત બમ્પ અને તે પણ વાહનો ઉપરથી લોકો પડે તેવો બનાવી દેવાયો હોવાને કારણે અમરેલીમાં ચિતલ રોડની હાલત સરકાર માટે શરમજનક બની છે.નવાઇની બાબત એ છે કે અમરેલીના આ મહત્વના માર્ગમાં પડેલા ખાડાઓને પેચ મારવાનો પણ તંત્રને સમય નથી અને તેને કોઇ કહેવાવાળુ પણ નથી આ રોડ ઉપર અચાનક ઉભા કરાયેલા બમ્પને કારણે અને છેલ્લા એક સપ્તાહમાં પડેલા ખાડાઓને કારણે અનેક લોકોના અકસ્માત થઇ રહયા છે ત્યારે તંત્ર ધ્યાન આપશે ખરુ ?