અમરેલીમાં છકડોરીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

  • પ્રૌઢ બાઈક ચાલકને ગંભીર ઈજા કરી મોત નિપજાવી ચાલક નાસી ગયાની ફરિયાદ

અમરેલી,
અમરેલી ના ચિતલરોડ ઉપર આવેલ ખોડીયાર મંદિર નજીક નાના માચીયાળા ગામના પરેશભાઈ લાવજીભાઈ જાવીયા ઉ.વ.૪૨ મગફળી વેચવા યાર્ડમાં ગયેલ. અને તેમનો વારો બીજી દિવસે હોવાથી બાઈક લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે. રસ્તામાં ઓઈ અજાણ્યા છકડોરીક્ષા ચાલકે પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી ગંભીર ઈજા કરી મોત નિપજાવી રિક્ષા ચાલક નાસી ગયાની કાકાના દિકરા ભોળાભાઈ જાવીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી હતી.પોલીસે લાશને પી.એમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ અકસ્માતના બનાવમાં પોલીસે રીક્ષા ચાલક સામે ગુન્હો નોંઘી બનાવની તપાસ હાથ ઘરી છે.