અમરેલીમાં જનરલ નર્સીંગ કોલેજમાં કોવિડ પોઝીટીવ દર્દીઓ માટે ઓક્સિજન સાથે 80 બેડની હોસ્પિટલ શરૂ

  • કોરોના મહામારીના વધી રહેલ સંક્રમણ અંતર્ગત
  • સિવિલ હોસ્પિટલ કોમ્પસમાં કોરોનાના દર્દીઓ માટે વ્યવસ્થા ઉભી કરાઇ

અમરેલી,
કોરોના મહામારીના વધી રહેલ સંક્રમણ અંતર્ગત અમરેલી જીલ્લાના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુસર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ જનરલ નર્સિંગ કોલેજમાં કોવિડ પોઝીટીવ પેશન્ટસની ટ્રીટમેન્ટ માટે વીથ ઓક્સિજન 80 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર, જીલ્લા ભાજપના મંત્રી જયેશ ટાંક, સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટીએ નવી શરૂ કરેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી તેમની સાથે શાંતાબા મેડિકલ કોલેજના એમ.ડી. પિન્ટુ ધાનાણી, કેર સેન્ટરના ડો. દેથળિયા, વ્યાસભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. જાણીતા સેવાભાવી તબીબ ડો. કાનાબારે દાખલ દર્દીઓ સાથે સંવાદ કરી પોઝીટીવ એટિટ્યુડ રાખવા અને હળવા મૂડમાં રહેવા સલાહ આપી હતી.