અમરેલીમાં જન્માષ્ટમી લોકમેળાઓની તૈયારીઓ શરૂ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે સતત બે વર્ષ સુધી લોકમેળા સહિત જાહેર કાર્યક્રમો બંધ રહયા બાદ આ વર્ષે અમરેલી શહેરમાં એક સાથે બે બે લોકમેળાઓનું આયોજન થયુ છે જેમાં અમરેલી શહેરમાં પ્રથમ વખત જ નગરપાલિકા દ્વારા ફોરવર્ડ સ્કુલ મેદાનમાં તા.15 થી લોકમેળો ખુલ્લો મુકાશે. જેનું ઉદઘાટન સહકાર શિરોમણી શ્રી દિલીપભાઇ સંઘાણીના વરદ હસ્તે થશે એ જ રીતે અમરેલીના લાયન્સ કલબ સીટી દ્વારા સેવા પ્રવૃતીઓના લાભાર્થે નુતન સ્કુલ ખાતે લોકમેળો યોજાશે જેનું ઉદઘાટન તા.14 ના રોજ રાત્રે કરાશે. તા.14 થી 21 સુધી યોજાનાર લોકમેળાની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ લોકમેળાઓમાં સ્ટોલો, વિવિધ રાઇડસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અમરેલી શહેરમાં કોરોના કાળના બે વર્ષ બાદ જનમાષ્ટમી લોકમેળાના આયોજનો કરવામાં આવેલ છે અમરેલી ભાજપ શાસીત નગરપાલીકા ટીમ દ્વારા વર્ષો બાદ ફોરવર્ડ હાઇસ્કુલના મેદાનમાં 15 ઓગસ્ટના સાંજના 6 કલાકે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે.આ લોકમેળામાં ખાણીપીણી ઠંડા પીણા, આઇસ્ક્રીમ જુદી જુદી વસ્તુઓ સહિતના કુલ 80 સ્ટોલ ઉભા કરવામાં આવશે અને મેદાનમાં બાળકો અને મોટેરાઓ માટે મનોરંજન માટે જુદી જુદી રાઇડસ ઉભી કરવામાં આવશે મેળા દરમિયાન દરરોજ સાંજના હિંદુ સંસ્કૃતિ મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ મેળાને સફળ બનાવવા માટે અમરેલી ભાજપ સાશીત નગરપાલીકા ટીમ દ્વારા તડામાર તેૈયારીઓ ચાલી રહી છે.