અમરેલીમાં જયભગીરથ શરાફી સહકારી મંડળી લી.દ્વારા સન્માન કાર્યક્રમ

  • આકસ્મિક વિમા યોજના પેટે રૂા.3 લાખનો ચેક અપાયો : બોર્ડ ઓફ ડીરેકટરોની ઉપસ્થિતી

અમરેલી,
અમરેલી કિસાન ફાર્મ ખાતે તા. 13/12/20 રવિવારના જયભગીરથ શરાફી સહકારી મંડળી દ્વારા નવા વરાયેલા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ મંડળીના પ્રમુખ અને કાર્યાલય અધિક્ષક તરીકે રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા કે.એલ. ભેંસાણીયા સેવા નિવૃત થતા તેમનું પણ સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને મંડળી દ્વારા આકસ્મીક વિમાનો ચેક રૂા. 3,00,000/- નો એક મૃત્યુ પામનાર પ્રફુલભાઇ જયંતીભાઇ મંડોરાના વારસદારને અર્પણ કરવામાં આવ્યો. રૂપિયા ત્રણ લાખ વિમો આપનારી સમગ્ર ગુજરાતમાં આ જયભગીરથ શરાફી સહકારી મંડળી અમરેલી એક જ મંડળી છે. જેનો ઉલ્લેખ અને સહર્ષ નોંધ સહકાર વિશેષાંક 2020 ગાંધીનગરે પણ કરવો પડયો છે. એ બાબત મંડળી માટે અને અમરેલી માટે ગૌરવની બાબત છે. મંડળી આવા અનેક કામો કરી રહી છે. જેનો ઉલ્લેખ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાએ કરતા આનંદ સાથે જણાવેલ કે, સહકારના પાયામાં ઉભેલી આવી સંસ્થા આવા કાર્યો કરે ત્યારે સહકારીતા ચરીતાર્થ થાય છે. અને છેવાડાના માનવી સુધી સહકારની સુવાસ પહોંચે છે. અને આ જરૂરી છે, મંડળી આવુ કામ કરે છે. તે માટે અભિનંદનને પાત્ર છે. નોંધવા જેવી બાબત છે. આપનુ સારૂ અને યોગ્ય કામ માટે રાતના 12 વાગેય મારા દરવાજા ખુલ્લા છે. કાર્યક્રમમાં મંડળીના પ્રમુખ – ઉપપ્રમુખ અને તમામ ડીરેકટરો અને સ્ટાફ ઉપરાંત ગણ માન્ય વ્યકિતની હાજરી ધ્યાનાર્ષક હતી. કોવિડ – 19 ની ગાઇડ લાઇન પ્રમાણે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.