અમરેલીમાં જાહેરનામાનો ભંગ કરાતા બે દુકાનો સીલ

સીટી પોલીસ અને પાલીકાના ચીફ ઓફીસર શ્રી હુણ સહિતના અધિકારીઓની ઉપસ્થીતી
કલેકટરનું જાહેરનામું હોવા છતા નાના બસ સ્ટેન્ડે વહેલી સવારે 6 વાગ્યા પહેલા દુકાનો ખોલી

અમરેલી,અમરેલી નગરપાલીકા થતા અને સીટી પોલીસ દ્વારા અમરેલી નાગનાથ બસ સ્ટેશન પાસે આવેલ ખેતલા બાપા ટી સ્ટોલ થતા અમર પાન નામની દુકાન ધરાવતા દુકાનદારો વિરૂદ્ધ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ કરફયુનો ટાઇમ રાત્રીના 8 વાગ્યા થી સવારના 6 વાગ્યા નો હોય તો દુકાન ધારકો દ્વારા કાયદાનો ભંગ કરી વેહલી સવારે 5 વાગ્યાની આસપાસ પોતાની દુકાનો ખોલી કાયદાનો ભંગ કરેલ હોય તે નિમિત્તે અમરેલી સીટી ૈ જે જે ચોધરી, જૈ વી વી પંડયા, નગરપાલીકા ના સ્ટાફ અને અધિકારીઓ નગરપાલિકા ચીફ ઓફિસર એલ.જી. હૂંણ, દીપકભાઈ ગળથીયા , મનસુરભાઈ ગઢીયા તેમજ સીટી પોલીસ સ્ટાફ થતાં નગરપાલિકાના સ્ટાફ ને સાથે રાખીને કાયદા કીય કડક માં કડક કાર્યવાહી કરવામાં આવી.