અમરેલીમાં જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલરૂમ કાર્યરત : કલેક્ટર

અમરેલી,
સંભવીત વાવાઝોડાની આગાહીના પગલે ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ બન્યું છે આ અંગે અમરેલીના કલેકટર શ્રી અજય દહીંયાએ વિગતો આપતા જણાવ્યું હતુ કે સંભવીત વાવાઝોડા સામે અમરેલીમાં જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરીદીધો છે એટલુ જ નહિં દરીયાકાંઠા વિસ્તારમાં આવેલા રાજુલા અને જાફરાબાદ બંને તાલુકામાં ડીઝાસ્ટરની ટીમો પણ એકટીવ મોડમાં છે અને ઇન્ડિયન પોસ્ટગાર્ડ અને ફીશરીઝ ડિપાર્ટમેન્ટ પણ ફુલ તેૈયારીના ભાગરૂપે પણ સક્ષમ બની કાર્યરત કરવામાં આવેલ છે.હાલ દરીયામાં માછીમારી માટે ગયેલા તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને વહીવટીતંત્ર પણ સતત જાગૃત બની નજર રાખી રહી છે.તેથી ગમે તેવી સ્થિતિને પણ પહોંચી વળાશે તેમ અમરેલીના કલેકટર શ્રી અજય દહીંયાએ જણાવ્યું હતું.