અમરેલીમાં જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક પર્વ નિમિતે અરૂણ ભટ્ટનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું

અમરેલી,
અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન પવેની ઉજવણીમાં ધ્વજવંદન, રાષ્ટ્ર ગાન
સહિતના કાર્યક્રમો સાથે રમતવીરોના સન્માનમાં અમરેલી અવધ ટાઈમ્સના પત્રકાર અને નેશનલ કક્ષાની
સ્વિમિંગ કોમ્પિટિશનમાં ” ગોલ્ડ મેડલ ” હાંસલ કરનાર અરૂણ ભટૃ નું અન્ન પુરવઠા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ
જાડેજાની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.અમરેલીના વતની અને સરદાર વલ્લભભાઈ પટેલ
સ્નાનાગાર, રાજકોટના સભ્ય અરૂણ ભટ્ટ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજિત લખનૌ ( યુ.પી.) ખાતે
યોજાયેલ 16મી માસ્ટર નેશનલ એક્વાટીક ચેમ્પિયન શીપમાં 3 મીટર ડાઈવિંગની વિવિધ ઇવેન્ટમાં પોતાનું
કૌશલ્ય દાખવી કોચ સાગર કક્કડના માગેદશેન હેઠળ પ્રથમક્રમે આવી ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત-
સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધારવાની સિધ્ધી બદલ જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પવેના દિને જિલ્લા
કલેકટર દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે. વી.
કાકડીયા, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક, પોલીસવડા શ્રી નિલેપ્ત રાય,જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી
અશરફ કુરેશી, માહિતી ખાતાના અધિકારી સુમીત ગોહિલ, અધિકારીઓ, ભાજપ અગ્રણીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા
હતા.