અમરેલીમાં જીલ્લા ચાઇલ્ડ વેલ્ફેર જુવેનાઇલ પોલીસ યુનિટની મીટીંગ યોજાઇ

અમરેલી,જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, અમરેલી ખાતે અમરેલીના પી.આઇ.શ્રી એમ. એ. સિંહ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ, અમરેલીની એક સંકલન બેઠક જીલ્લા બાળ સુરક્ષા અધિકારી – અમરેલીની કચેરી ખાતે મળેલ.જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, વિશાલભાઇ યુ. જોષીએ દ્વારા કોવીડ19 દરમ્યાન કાયદા સાથે સંઘર્ષમાં આવેલ કિશોરોના પેન્ડીગ કેસો બાબતે સમય મર્યાદામાં વર્તણુક અહેવાલ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ, અમરેલી સમક્ષ રજુ કરવા જણાવેલ. વિ. એ. સૈયદ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી,અમરેલીની ટેલીફોનીક સુચના મુજબ બાળ લગ્ન અંગે પણ દરેક ચાઇલ્ડ વેલ્ફ્રેર પોલીસ ઓફીસરશ્રીઓ દ્વારા ખાસ જાગૃતતા લાવવામાં આવે અને બાળ લગ્ન ન થાય તેમજ બાળ લગ્નના કિસ્સામાં અત્રેની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ.
મીટીંગમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી સંજય એચ. રાજકોટીયા દ્વારા જીલ્લામાં સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનીટના માળખા અંગે વિગતે સર્ચા કરવામાં આવેલ પેટી ઓફન્સ, સીરીયસ ઓફેન્સ તથા હિનીયસ પ્રકારના ગુન્હાઓ અંગે સર્ચા કરવામાં આવેલ. જેમાં હિનીયસ ગુન્હામાં પ્રિલીમીનરી એસેસમેન્ટ કરવા જણાવેલ જયારે બાળક વિરૂધ્ધના ગુન્હામાં ખાસ જુવેનાઇલ જસ્ટીસ એકટ – 2015ની કલમોનો ઉમેરો કરવા સમજુતી આપવામાં આવેલ.