અમરેલીમાં જીવીકે ઇમરજન્સીનાં કર્મચારીઓનું કોરોના વોરિયર્સ તરીકે સર્ટીફીકેટ આપી સન્માન

  • બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ વતી
  • ટીમ 181, 108, 1962નાં કર્મીઓને બિરદાવી પ્રોત્સાહીત કર્યા

અમરેલી,બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ વતી અમરેલી મા સેવા આપતા શ્રી રૂપલબેન સિધ્ધપુર વિરાજભાઈ ટીલાવત, રિધ્ધીબેન પડાસાલા, કૈલાસબેન સોલંકી, રાહુલભાઈ મકવાણા, તેમજ જહાન્વીબેન ભટ્ટ દ્વારા GVK EMRI અમરેલીના જિલ્લા અધિકારીશ્રી યોગેશ જાની નું તેમજ ઇમરજન્સી સેવા 108 ના ઈએમટી તેમજ પાયલોટ તેમજ ખિલખિલાટ પ્રોજેકટ ના કેપ્ટન અને HBC, મહિલા અભ્યમ 181 ના મહિલા કાઉન્સેલર અને પાયલોટ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના વેટરનરી ઓફિસર અને પાયલોટ નું કોરોના વોરિયર્સ તરીકે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ તકે જિલ્લા અધિકારીશ્રી યોગેશ જાની એ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ વતી હાજર રહેલ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.