અમરેલીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયાં

અમરેલી,
અમરેલીમાં સાતમી બારી પાસે સ્ટ્રીટ લાઇટ અજવાળે જુગાર રમતા ઇકબાલ રહીમભાઇ સોલંકી, અબ્દુલા કાદરભાઇ કુરેશી, મહમદ રજાકભાઇ કચરા, સરફરાજ હનીફભાઇ નગરીયા, તોફીક રહીમભાઇ કચરા, હુસેન ઉર્ફે ગટો હબીબભાઇ કાલવા, તનવીર ઉર્ફે કબુતર અમીનભાઇ બિલખીયાને જુગાર રમતા ઝડપી લઇ રોકડ 24200 અને મોબાઇલ સહિત મળી 66200 નાં મુદામાલ સાથે પોલીસે કબ્જે લીધો છે.આ રેઈડમાં સીટી પી.આઈ. ડી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ પી.વી.સાંખટ, એ.એસ.આઈ. હરેશસિંહ પરમાર, દિનેશભાઈ સરવૈયા, નરેન્દ્રસિંહ ગોહિલ, રાજેન્દ્રભાઈ ચૌધરી, જગદિશભાઈ પોપટ, ધવલભાઈ મકવાણા, વનરાજભાઈ માંજરીયા, ચિરાગભાઈ માટીયા, જયદેવસિંહ ગોહિલ સાથે રહ્યા