અમરેલીમાં જેટકો દ્વારા જનજાગૃતી રેલી યોજાઇ

અમરેલી, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. સર્કલ ઓફિસ અમરેલી દ્વારા રેલી સ્વરૂપે સલામતી પૂર્વક પતંગ ઉડાડવા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર બેનરો સાથે રેલી યોજાય હતી. મેગ્નેેટીસ ટેપ વીજ વાહક હોવાથી વીજ વાયરને અડકે તો અકસ્માત થાય. પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેેટીક ટેપનો ઉપયોગ પુછડી કે દોરીમાં બીલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ. પતંગના દોરા વીજ વાયરમાં ભરાય ત્યારે તેને બાળકો ખેંચે નહિં તેનું ધ્યાન રાખીએ. વીજ વાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંદ ના બંબુ કે લોખંડના સળીયા અથવા કોઇપણ પ્રકારના સાધન દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેનું ધ્યાન રાખીએ. વીજ વાયરમાં ફસાયેલ પતંગને કાઢવા માટે બાળકો તાર, વાયર કે મેગ્નેેટીક ટેપ કે દોરા નો ઉપયોગ ન કરે તેની તકેદારી રાખીએ. ડટ્ર ગન, ફસ જેવી ચાઇનીઝ મેઇકના દોરાના મેગ્નેેટીક – વીજવાહક પદાર્થવપરાયેલો હોય છે. તો આવા દોરા બાળકો બીલકુલ ન વાપરે તેની ખાસ તકેદારી રાખીએ. બાળકો રાત્રીના અંધારામાં વીજ વાયરો જોયા સીવાય તુકકલ (ફાનસ) ન ચડાવે તેનું ધ્યાન રાખીએ. અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે બે ધ્યાન પણે બાળકો નજીકમાં પસાર થતી લાઇનના વાયરના સંપર્કમાં નઆવી જાય તેની તકેદારી રાખીએ.