અમરેલીમાં જેશીંગપરાનાં બેઠા પુલથી સ્મશાન સુધી સુંડલાવાડાનાં નાકે પુલ બનાવવા માંગ

અમરેલી,

અમરેલીનાં જેશીંગપરાનાં બેઠલા પુલથી સ્મશાન સુધી રોડ તથા સુંડલાવાડાનાં નાકે રોડ અને પુલ નવો બનાવવા પાલિકાનાં સદસ્ય સેજલબેન સોલંકીએ પાલિકા પ્રમુખ ચિફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,. વોર્ડ નં.9માં આવેલા સ્મશાન રોડ ચોકડી પાસે સુંડલાવાડાનું નાકાની બાજુમાં બેઠલો પુલ આવેલ છે. આ પુલ જર્જરીત હાલતમાં હોય જેથી પુલ નવો બનાવવા અને સાજી સવાઇનાં મંદીરનાં લોકો અહીંયાથી પસાર થતા હોય તેથી હાલાકી ભોગવી પડે છે. કોળી સમાજ, ભરવાડ સમાજ, સલીત સમાજનાં લોકો ગામમાં આવવા માટે અવર જવર કરતા હોય મેઇન રોડ હોવાથી ચોમાસાની સિઝનમાં થોડોક વરસાદ પડે તો પણ હાલાકી વેઠવી પડે છે. અહીં લોકોનાં ઘરમાં પાણી ઘુસી જાય છે અને સ્મશાન યાત્રા લઇ જવી પણ મુશ્કેલ બને છે તેથી જેશીંગપરાનાં બેઠા પુલથી સ્મશાન સુધી રોડ અને સુંડલાવાડાનું નાકુ ખાતે રોડ અને પુલ નવો બનાવવામાં આવે તેવી માંગ