અમરેલીમાં ઝડપથી ફેલાતો કોરોના : 12 પોઝિટિવ કેસ

  • જિલ્લામાં 28 માંથી અર્ધા કેસ અમરેલી શહેરનાં : બગસરા કુંડલામાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા રાજુલાના 70 વર્ષના વૃધ્ધનું કોરોનાથી મૃત્યું : અમરેલી શહેરમાં હજુ વધુ કેસ આવવાની શક્યતા

અમરેલી,
અમરેલી જિલ્લામાં આજે સોમવારે કોરોનાનાં વધ્ાુ 28 પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 893 થઇ છે અને રાજુલાના 70 વર્ષના વૃધ્ધનું કોરોનાને કારણે મૃત્યું થતા મરણાંક 20 ઉપર પહોંચ્યો છે.
અમરેલી શહેરમાં સૌથી વધ્ાુ કોરોનાનાં કેસ આવી રહયા છે આજે 28 માંથી 12 કેસ અમરેલી શહેરનાં છે શહેરમાં રોજના અંદાજિત 10 થી વધ્ાુ કેસ આવી રહયા છે અને હજુ પણ અમરેલીમાં સૌથી મોટુ જોખમ ઉભુ થયુ છે જો કે રેપીડ ટેસ્ટને કારણે સમયસર પોઝિટિવ દર્દીઓ સામે આવી રહયા છે પણ અત્યાર સુધીમાં શહેરમાં સંક્રમણ ભયજનક રીતે ફેલાઇ ગયુ છે અને છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઓછી ભીડ અને વરસાદથી કુદરતી સેનેટાઇઝ થઇ રહયુ હોય દર્દીઓની સંખ્યા ઓછી આવી છે હવે આ સંખ્યા વધવાની પુરી શક્યતા છે.
અમરેલીમાં નાગનાથ મંદિર પાસે, વાંજાવાડી પાસે, ઓમનગર ચિલત રોડ, હાઉસીંગ બોર્ડ સોસાયટી, સર્વોદય સોસાયટી, મેડીકલ કોલેજ, બહાપરા, જેશીંગપરા 2, અમરેલી ગંગાનગર -1 રામપાર્ક, ધારીનું ગોવિંદપુર, બાબરાનું મોટા દેવળીયા, બગસરામાં ગાયત્રી મંદિર પાસે, અમરાપરા, વડીયા, નાજાપુર, દામનગર,બાઢડા, લાઠીમાં મહાવીરનગર, કૃષ્ણગઢ, કેરીયા, ધારીમાં સ્ટેશન પ્લોટ, સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ પાસે 3 મળી સોમવારે કુલ 28 પોઝિટિવ કેસ આવ્યા છે.
સાવરકુંડલા જેસર રોડ, માલવીયા પીપરીયા, ચલાલા, અમરેલી હાઉસીંગ બોર્ડ, રાજુલા, સાવરકુંડલા આઝાદ ચોક, ટીંબી, બાંભણીયા, દામનગર, વડેરા, સાવરકુંડલા જીંજુડાગીટ, જાફરાબાદમાં બારમણ શેરી, અમરેલીની મેડીકલ કોલેજ, નવરંગ સોસાયટી, સીંધી સોસાયટી, સુખનાથપરા વિસ્તારના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.