અમરેલીમાં ઝીંકાયેલ વેરાવધારા સામે શહેર ભાજપનો વિરોધ

  • ભુગર્ભ ગટર તથા પાણીવેરા અને સફાઇ વેરા સહિતના વેરાવધારાની અમલવારી રોકવા શહેર ભાજપ પ્રમુખ શ્રી તુષાર જોષીએ અમરેલી પાલિકાના વહીવટદારને કરેલી રજુઆત
  • અમરેલી નગરપાલિકાની વિવિધ કામગીરીની વિગતો માંગવામાં આવી :ભુગર્ભ ગટર સીવાયના તમામ વેરાઓને નગરપાલિકા અને પ્રાદેશિક નિયામકે મંજુરી આપી દીધી

અમરેલી,
અમરેલીમાં નગરપાલિકા દ્વારા ઝીંકાયેલા નવા ભુગર્ભ ગટરના વેરાની અમલવારી રોકવાની માંગ સાથે અમરેલી શહેર ભાજપે વિરોધનો બુંગિયો ફુંકયો છે.આજે શહેર ભાજપ પ્રમુખ શ્રી તુષાર જોષી દ્વારા અમરેલી નગરપાલિકાની વિવિધ કામગીરીની વિગતો પાલિકાના વહીવટદાર પાસેથી માંગી હતી.
હાલમાં 2017ની સાળમાં ઠરાવ થયેલ શહેરની ભુગર્ભ ગટર સીવાયના તમામ વેરાઓને નગરપાલિકા અને પ્રાદેશિક નિયામકે મંજુરી આપી દીધી છે. ભુગર્ભ ગટર તથા પાણીવેરા અને સફાઇ વેરા સહિતના વેરાવધારાની અમલવારી રોકવા શહેર ભાજપ પ્રમુખ શ્રી તુષાર જોષીએ અમરેલી પાલિકાના વહીવટદારને રજુઆત કરી છે.