અમરેલીમાં ટાવર પાસે આવેલ કંસારા શેરીમાં અશાંત ધારો લગાવવા માંગણી

અમરેલી,
અમરેલીમાં કંસારા શેરી-ગાંધીપા વિસ્તારમાં હિંદુ બહુમતી લોકો જ વસવાટ કરે છે અમરેલીના અન્ય વિસ્તારો બટારવાડી, ચોરાપા હિંદુ બહુમતીના હતા ત્યાં હાલ વિધર્મીઓ ધીમે ધીમે વસવાટ કરી કબ્જો જમાવી દીધ્ોલ છે જેમાં ચાલી રહેલ એક સાજીસ મુજબ અમારા વિસ્તાર કંસારા શેરી અને ગાંધીપા ને પણ મુસ્લિમ વિસ્તારમાં ફેરવવા માટે અમુક તત્વો દ્વારા ભરપુર પ્રયત્ન કરવામાં આવી રહયા છે .
અમારા વિસ્તારમાં અવાર નવાર લોકોના આંટાફેરા હોય છે વિધર્મી મહિલાઓ દ્વારા મકાન વેંચવાનું છે તેવી માંગણી કરી હિંદુ સ્ત્રીઓને માનસીક ડિપ્રેશન કરી રહેલ છે .
અમારા વિસ્તારમાં રસ્તામાં માંસ મટનનો કચરો ફેકવાના બનાવો તથા વાહનને શેરીમાં પુરઝડપે પસાર જોર જોરથી બિભત્સ શબ્દો સાથે રાડો પાડી પસાર થવુ હિંદુ મંદિર પાસે આસપાસ ધાર્મિક લાગણી દુભાય તેવી વસ્તુ ફેંકવી આવી ઘણીજ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતી કરવામાં આવે છે શું હિંદુઓ મજબુર થઇ પલાયન થવા લાગશે અમારા વિસ્તારના પાછળનો વિસ્તાર પણ વીધર્મીઓનો બની ચુકેલ છે ભવિષ્યમાં અમારો વિસ્તાર પણ આવુ ન બને તે માટે તથા અમારા વિસ્તારમાં ગોપાલલાલ હવેલી અને બહુચર માતાજીનું પ્રાચીન મંદિર પણ આવેલુ હોય અમારી ધાર્મિક લાગણી તેની સાથે જોડાયેલ હોવાથી તાત્કાલીક અસરથી અશાંતધારો લાગુ કરવા અમારા વિસ્તારના તમામ લોકોની માંગણી