અમરેલીમાં ટેક્સ બાર એસો.એ આવેદન પત્ર પાઠવ્યું

  • વેપારીઓનાં વિવિધ પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સનાં સમર્થન સાથે
  • સંયુક્ત રાજ્ય કર કમિશ્નર વર્તુળ કચેરી ભાવનગરને આવેદન આપી રજુઆત
  • રિફંડ અરજી, થ્રીબી, જીએસટી પ્રમાણીત કરવા એમેન્ડમેન્ટ જામીનગીરી વિગેરે અરજીઓનો સમયસર નિકાલ થતો નથી : એેકએક વર્ષ સુધી કોઇ કાર્યવાહી ન થતાં વેપારીઓ રોષીત
  • વેપારીઓની જીએસટી કાયદા અંતર્ગત કચેરી સાથેનાં રોજબરોજની ફરિયાદો

અમરેલી,
વેપારીઓનાં વિવિધ પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બરઓફ કોમર્સનાં સમર્થન સાથે અમરેલીમાં સંયુક્ત રાજ્ય કોર કમિશ્નર વર્તુળ કચેરી ભાવનગરને સંબોધી વેપારીઓએ અમરેલી ટેક્ષબાર એસોસીએશનનાં નેતૃત્વમાં આજે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, દરેક પ્રકારની અરજીઓ જેવીકે, રિફંડ અરજી, થ્રીબી તથા જીએસટી વન પ્રમાણીત કરવા એમેન્ડમેન્ટ અરજી જામીન ગીરી પરત માટેની અરજી વિગેેરેનો સમયસર નિકાલ થતો નથી. અમુક કેસમાં એક એક વર્ષ સુધી કોઇ કાર્યવાહી પણ થતી નથી અને જેતે બ્રાન્ચમાં મૌખીક રજુઆત કરતા અમે કમમાં છીએ અથવા ફાઇલ મળતી નથી કે અરજી મળતી નથી. આવા કોઇને આવા કોઇને કોઇ બહાના બતાવી વકીલોને હેરાન કરવામાં આવે છે અને વારંવાર કચેરીએ ખોટા ધક્કા ખવરાવી પરેશાન કરવામાં આવે છે. ઉપરાંત ત્રણ બી પ્રમાણીત કરવામાં દરેક ટેબલ ઉપર અને દરેક બ્રાન્ચમાં રૂબરૂ બોલાવી સાત કોપીમાં થ્રીબીની નકલ માગે છે. અને દરેક ટેબલે વ્યવહારની અપેક્ષા રાખે છે. જો વ્યવહાર કરવાની ના પાડીએ તો કામગીરીમાં વિલંબ કરવામાં આવે છે. થ્રીબી પ્રમાણીક માટે કચેરીનાં કર્મચારીઓ એવું કહે છે કે, આ કાર્યવાહીમાં ટેક્ષટાઇલ પોલીસી મુજબ તમો તથા તમારા વેપારીઓને આર્થિક ફાયદો થવાનો છે. આથી અમોને પણ આર્થિક ફાયદો થવો જોઇએ. તેવો આગ્રહ રાખે છે. વેટ નંબર બાબતે દસ હજારનાં ચલણની જામીનગીરી તથા એનએસસી પરત લેવાનાં સમયે વેટ કાયદા મુજબ ફોર્મ 107 માંગવામાં આવે છે તે ગેરવ્યાજબી છે. રિફંડનાં કેસમાં કેન્સલ ચેક આપવામાં આવે છે. આવા સંજોગોમાં નમુના 107નો આગ્રહ રાખવો બીન જરૂરી છે. ઉપરાંત વધ્ાુમાં મહામહેનતે જો રિફંડ ઓર્ડર થાય તો રૂબરૂ બોલાવી ચેક આપવામાં આવે છે પણ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા નથી. તેમજ રિફંડ આપે તો એસબીઆઇનાં આ રકમનાં ડીડી ચાર્જ કાપીને પેમેન્ટ કરે છે. આ બાબતે વેપારીઓને સામેથી જાણ કરી જામીનગીરી રિફંડ તથા એનએસસી પરત કરવા જોઇએ પણ જાણી જોઇને કમિશ્નરનાં આદેશને માવામાં આવતો નથી. વેટ આકારણી હુકમમાં રેકર્ડ ઉપરની દેખીતી ભુલો કરવામાં આવે છે. ઓર્ડરમાં કોલમવાઇઝ આંકડા લખવામાં આવતા નથી. દસ કરોડથી નીચેનાં ટર્ન ઓવરવાળા સેલરને પણ આકારણી માટે દબાણ કરવામાં આવે છે. જીએસટી નંબર માટે અરજીનો નિકાલ ત્રણ દિવસમાં કરવાનો હોય છે.
તેના બદલે 15 દિવસે ક્વેરી કાઢીને વકિલ તથા વેપારીઓને પરેશાન કરાય છે. ભાગીદારી પેઢીનાં જીએસટીનાં અરજીમાં ભાગીદારી દસ્તાવેજની નોટરાઇઝ કોપી માંગવામાં આવે છે. નવા જીએસટી માટે મેંડેટરી વિગતો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છતાં ખોટી ક્વેરી ઉભી કરવામાં આવે છે. મિલકતનાં દર્શાવેલ રજુ કરેલ હોય છતાં નમુના નંબર બે માંગવામાં આવે છે. ભાગીદારી દસ્તાવેજમાં પણ 15 દિવસ અગાઉની તારીખનાં સ્ટેમ્પ પેપર ખરીદેલ છે તેવું જણાવી ક્વેરી ઉભી કરવામાં આવે છે. અને સ્ટેમ્પ કાયદાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે. અધિકારીઓએ જીએસટીનું કાયદાનું પાલન કરવું જોઇએ. ઉપરાંત ફેરફાર વખતે પુરાવા, લાઇટ બીલ, વેરા પાવતી માંગવામાં આવે છે. અને બહાનુ કાઢી રિજેક્ટ પણ કરાય છે. અપલોડનું કોઇ ઓપ્શન નથી છતાં પુરાવા અપલોડ કર્યા નથી તેવું જણાવી અરજી રિજેક્ટ કરવા માં આવે છે. સરકારનાં નોટીફીકેશન મુજબ રિટર્ન ભરવાની મુદત વધારો મળેલો હોય છે. છતાં પણ કોટી હેરાનગતી થાય છે. ઘણી વખત અધિકારીઓને મૌખીક રજુઆત કરેલ છતાં 12 જુનનાં રોજ ટેલીફોનીક રજુઆત કરી છતાં કોઇ ગંભીરતા લીધી નથી. તેથી યોગ્ય કરવા અને હેરાન ન કરે તે માટે જરૂરી સુચનાઓ આપવા અમરેલી ટેક્ષબાર એસોસીએશને રજુઆત કર્યાનું સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે.