અમરેલીમાં ટ્રાફીકની વિચીત્ર સમસ્યા : નંબર વગરના વાહનોને મોજ !

અમરેલી, છેલ્લા બે દિવસથી અમરેલીમાં કેમેરામાં દેખાતા ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારાઓને ઇ-મેમો મોકલી દંડ કરવામાં આવી રહયો છે તેમા એક નવી સમસ્યા સામે આવી છે અમરેલીમાં ટ્રાફીકની વિચીત્ર સમસ્યા એ ઉભી થઇ છે કે, નવી કાર્યવાહીમાં નંબર વગરના વાહનોને મોજ પડી ગઇ છે જે ગાડીના નંબર દેખાય છે તેને મેમો મોકલાય છે પણ જેને નંબર પ્લેટ જ નથી તેવા વાહનો ટ્રાફીકના નિયમોનો ભંગ કરે તો મેમો મોકલવો કયાં ? આવા કેમેરામાં દેખાતા ત્રીપલ સવારી, મોબાઇલ, સીટબેલ્ટના ફોલ્ટમાં મેમો મોકલાય છે પણ નંબર પ્લેેટ વગરનાને મેમો કેમ અને કયાં મોકલવો ?તેનો પોલીસ તંત્રએ પણ વિચાર કરવો રહયો આવા નંબર પ્લેટ વગરના વાહનોની ઉપર તવાઇ ઉતારવી જરુરી છે જો આમ થશે તો અનેક વાહનો ચોરીઓના ભેદ પણ ઉકેલાશે.