અમરેલીમાં ટ્રાફીકનો દંડ ન ભરનાર સામે પોલીસ ફરિયાદ થશે

  • ટ્રાફીક નિયોમોનો ભંગ કરનારને મોકલાવાતા ઇ – ચલણ ઘોળીને પી જવાતા પોલીસ તંત્ર એક્શન મોડમાં 
  • એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ તંત્રને આદેશ કરાયો : 30 દિવસમાં દંડ ન ભરનારા વાહન માલિકો ઉપર ગુનો દાખલ કરી ધરપકડ કરવા સુચના
  • અમરેલી પોલીસના સીસીટીવી કેમેરામાં ટ્રાફીક નિયમનો ભંગ કરતા કેદ થયેલા મોટાભાગના વાહનચાલકોએ દંડ ન ભરતા આકરી કાર્યવાહી થશે

અમરેલી,
ગૃહ વિભાગ ગુજરાત સરકાર હસ્તકના VISWAS Project નો શુભારંભ તા.11/01/2020 ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અન્વયે ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહનોને ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરીનો આરંભ સીસીટીવી કમાંડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ), ચીતલ રોડ, અમરેલી ખાતેથી કરવામાં આવેલ છે.
આ પ્રોજેક્ટ હેઠળ અમરેલી શહેરમાં લગાડવામાં આવેલ કેમરાઓ મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહન માલીકોને ટ્રાફીક નિયમોનો ભંગ કરવા બદલ સીસીટીવી કમાંડ કંટ્રોલ સેન્ટર અમરેલી દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવે છે અને આ દંડની રકમ વાહન માલીક દીન – 30 માં ઓનલાઇન પેમેન્ટ પોર્ટલ https&//echallanpayment.gujarat.gov.in/ પર અથવા રૂબરુ સીસીટીવી કમાંડ કંટ્રોલ સેન્ટર, ચીતલ રોડ, અમરેલી અથવા અમરેલી શહેર પોલીસ સ્ટેશન અથવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રોકડમાં ચુકવણી કરી શકે છે ઇસ્યુ થયેલ ઇ-ચલણની વિગત પેમેન્ટ પોર્ટલ https&//echallanpayment.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે. તથા વધુ પુછ-પરછ માટે ફોન નં. 02792 228866 પર સંપર્ક કરવા અને જિલ્લા પોલીસ દ્વારા વાહન માલીકોને જણાવવામાં આવે છે કે આપના વાહનના નામે ઇ-ચલણ ઇસ્યુ થયેલ હોય તો સત્વરે આ ઇ-ચલણની રકમની ચુકવણી તાત્કાલિક કરવી અન્યથા આગામી સમયમાં આવા વાહન માલીકો વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યાવાહી કરવામાં આવશે.