અમરેલીમાં ઠેબીના પુલ માટે માર્ગ બંધ : અનેક ગામોને અસર

  • ડાયવર્ઝન દોઢ કીમી કરતા પણ લાંબુ રખાતા લોકો ત્રાહીમામ
  • જીવાપરામાં સોમનાથ મંદિર પાસે નવા પુલનું હજુ કામ શરૂ નથી કરાયું ત્યા જ માર્ગ બંધ કરાતા અનેક વાહનો ફસાય રહયા છે : કુંકાવાવ, વડીયા,ગોંડલ જેવા તાલુકા મથકો તથા નાના મોટા આંકડીયા, વરૂડી,વેણીવદર,રાંઢીયા પ્રતાપપરા સહિતના અનેક ગામોના લોકો હેરાન : ડાયવર્ઝન ટુંકુ થઇ શકે તેમ છે

અમરેલી,
અમરેલીમાં ઠેબી નદીના પુલની કામગીરી માટે માર્ગ બંધ કરાયો છે તેને કારણે હવે ડઝનબંધ ગામોના લોકોને મુશ્કેલી પડતી હોવાનુ સામે આવી રહયું છે વળી અહી ડાયવર્ઝન પણ દોઢ કીમી કરતા પણ લાંબુ રખાતા લોકો ત્રાહીમામ થઇ ગયા છે.
ઠેબી નદી ઉપર જીવાપરાના ઢાળેથી સોમનાથ મંદિરથી ઇંટોના ભઠઠા સુધીનો પુલ બનવાનો છે અને હજુ તેનું કામ પણ શરૂ નથી કરાયું ત્યા જ માર્ગ બંધ કરાતા બાઇક ચાલે તેવી જગ્યા રખાઇ છે પણ તેમા અજાણ્યા કારચાલકો ફસાઇ રહયા છે આ માર્ગ ઉપર કુંકાવાવ,વડીયા,ગોંડલ જેવા તાલુકા મથકો તથા નાના મોટા આંકડીયા, વરૂડી,વેણીવદર,રાંઢીયા પ્રતાપપરા સહિતના અનેક એક ડઝન કરતા પણ વધારે ગામોના લોકોની રોજની અવરજવર છે અને આ જગ્યાએ સામાન્ય ખર્ચે ડાયવર્ઝન ટુંકુ થઇ શકે તેમ છે જો આમ થાય તો રાષ્ટ્રીય સંપતી ગણાતા ઇંધણમાં પણ મોટી બચત થાય તેમ છે.