ટકા વધારેલ છે તે વ્યાજબી નથી નાગરીકો અને બીલ્ડરોને સાથે મીટીગ કરી એરીયા પ્રમાણે જંત્રીના ભાવો નકકી કરવા જોઇએ હાલમાં ખેતીલાયક જમીનના ભાવ 1 વીઘાના 4 લાખ હોય ત્યાં 15 લાખ જંત્રીના ભાવ છે એરીયા વાઇઝ ભાવ નકકી કરવા જોઇએ જેથી નાની મીલ્કત લેનાર મધ્યમ વર્ગને રાહત રહે આ જંત્રીના ભાવ વધારાથી મકાનોની કિંમત વધી જશે અને મકાન બનાવનાર બિલ્ડરોને પણ મોટી સમસ્યા ઉભી થશે આ જંત્રી ભાવ વધારો સરકારનું ઉંચીત પગલુ નથી 20 થી 25 ટકા ભાવવધારો ઉંચીત છે જેના બદલે જંત્રીના ભાવ વધારાને યોગ્ય નિર્ણય લઇ તુરંત વઘારો પાછો ખેંચી યોગ્ય કરવા અને ભાવ વધારો પાછો ખેંચવામાં નહિં આવે તો સરકારને આ વિરોધનો સામનો કરવા તેૈયાર રહેવુ પડશે તેમ કલેકટરને આવેદન આપી અમરેલી ડીસ્ટ્રીકટ એન્ડ કોમર્સ ના પ્રમુખ શ્રી ચતુરભાઇ અકબરી અને ઉપપ્રમુખ યોગેશભાઇ કોટેચાએ જણાવ્યું છે.