અમરેલીમાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની બેઠક બોલાવવા માંગણી

અમરેલી,

અમરેલી ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી સીપીસી એન્ડ એએનડીએફની મીટીંગ બોલાવવા વેસ્ટ ઝોનના ઉપપ્રમુખ ડો. જી.જે. ગજેરાએ ડિસ્ટ્રીક્ટ ઓથોરીટીને રજુઆત કરી જણાવ્યુ છે કે લગભગ 10-12 દિવસ પહેલા રાજુલાની સમર્પણ હોસ્પિટલમાં આરડીડી દ્વારા તપાસ કરવામાં આવેલ અને તે વખતે એક ડોક્ટર અન અધિકૃત રીતે સોનોગ્રાફી કરતા અને સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા ઝડપી લીધ્ોલા જે તે વખતે આ ડોક્ટર અને હોસ્પિટલ ઉપર કોઇ જ કાયદેસર કોર્ટ કેસ કરવામાં આવ્યો નહી અને પોલીસમાં પણ એફઆઇઆર કરી ન હતી આજના દિવસે આટલા દિવસો વિતી ગયા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ઘટના પીસીએન્ડ ડીએનડીટીના કાર્યક્ષેત્રમાં આવે છે છતા આજ સુધી ડીસ્ટ્રીક્ટ લેવલની બેઠક બોલાવેલ નથી આ કમીટીના ચેરમેન તરીકે વિનંતી કરૂ છુ કે તાત્કાલીક મીટીંગ બોલાવવામાં આવે અને હોસ્પિટલ તથા ડોક્ટર ઉપર શું પગલા લેવા તે તાત્કાલીક નિર્ણય લઇને આગળની કાર્યવાહી કરવામાં આવે તેમ માંગણી ડો. જી.જે. ગજેરાએ કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યુ