અમરેલીમાં તંત્રના આદેશથી સજજડ લોકડાઉન

  • કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા શહેરી વિસ્તારમાં મીની લોકડાઉન : રાત્રી કર્ફયું 5મી મે સુધી યથાવત 

અમરેલી,
કોરોના મહામારીનું સક્રમણ અટકાવા રાજયના 29 શહેરોમાં આજથી આવશ્યક સેવાઓ સિવાય બધુ બંધ રાખવા તંત્રના આદેશથી અમરેલી શહેરમાં આજે સવારથી મુખ્ય બજારો, દુકાનો અને વેપાર ધંધા ઝડબે સલાક બંધ રહયા હતા. સવારથી પોલીસની ગાડીઓના બજારમાં આટા ફેરા જોવા મળી રહયા હતા. અગાઉ વેપારીઓ દ્વારા નિર્ણય કરીને બપોરના 2 વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રાખી બજારો બપોર બાદ બંધ રહેતી હતી. હવે તંત્રના આદેશથી આવશ્યક ચીજ વસ્તુુઓ સિવાયની તમામ દુકાનો અને વેપાર ધંધા તંત્રના આદેશથી બંધ કરવામાં આવેલ છે. રાત્રી કરફયુ પણ 5મી મે સુધી યથાવત સવારથીજ બજારો, દુકાનો, વેપાર ધંધા બંધ રહેતા બજારો સુમશામ ભાસ્તી હતી. તમામ ધાર્મીક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે : સંચાલકોકે પુજારી પુજા કરી શકશે. કરફયુમાં અનિવાર્ય સંજોગોને લીધે બહાર નીકળેલા વ્યકિતઓ સાથે ફરજ પરના અધિકારીઓએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ, શાકભાજી, ફ્રુટ, કરીયાણા, મેડિકલ સિવાય તમામ વેપાર ધંધાઓ બંધ રહેશે.