અમરેલીમાં તંબાકુ નિયંત્રણ તાલીમ વર્ગ યોજાયો

અમરેલી,
અમરેલીમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ – અમરેલી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓની તાલીમ વર્ગ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદી જણાવે છે કે તમાકુનું વ્યસન માત્ર શારીરિક જ નહીં પરંતુ આથિક તેમજ સામાજિક સમસ્યાઓ પણ વધારે છે. તમાકુનાં કારણે મોઢાનું કેન્સર, ફેફસાંનું કેન્સર અને બીજા ઘણા જીવલેણ રોગો થાય છે. તમાકુનાં વ્યસને સમાજનાં ગરીબ, તવંગર, શિક્ષિત, અશિક્ષિત, નોકરીયાત, બેરોજગાર, મહિલા, પુરૂષ, બાળકો, વિધ્યાર્થીઓને પણ તેનાં ભરડામાં સપડાવી દીધા છે અને આ સમસ્યા ઘણી ચિંતાજનક બનતી જાય છે. તમાકુનાં કારણે થતાં રોગો અટકાવી શકાય તેના ભાગરૂપે તમાકુનાં સેવનથી આરોગ્ય પર થતી ભયાનક અસરોને રોકવા અને તેને નિયંત્રણમાં લાવવા ભારત સરકારનાં તમાકુ નિયંત્રણ અધિનિયમ – 2003 નાં સઘન અમલીકરણ તેમજ વ્યસનમુક્તિનાં ઉદેશ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી -1- નોડલ ઓફિસરશ્રી (ટોબેકો કંટ્રોલ) ની સુચનાથી અને ઇએસએઓશ્રી -વ- ડીસ્ટ્રીકટ કન્સલ્ટન્ટ (ટોબેકો કંટ્રોલ) અને ક્યુએએમઓશ્રી નાં માર્ગદર્શન હેઠળ તા. 05/10/2023નાં રોજ અવધ હેરીટેજ રીસોર્ટ, અમરેલી ખાતે જિલ્લાનાં તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓની ઉપસ્થિતીમાં ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ધૂમ્રપાન/તમાકુના સેવનથી થતા રોગો તથા તેની શારિરીક, માનસીક, આર્થિક અને સામાજીક અસરો, વ્યસન છોડવાના ફાયદાઓ, ઈ-સિગરેટ પર પ્રતિબંધ, તમાકુ નિયંત્રણ અધિનિયમ – 2003 અને વ્યસન છોડાવવામાં કાઉન્સેલિંગનું મહત્વ વગેરે વિશે વિસ્તૃત તાલીમ આપી તે અંગેની માહિતી લોકો સુધી પહોંચે અને લોકો વ્યસન છોડવા પ્રેરાય તે માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં ઇ.એમ.ઓ..શ્રી, ક્યુએમઓશ્રી તેમજ કાઉન્સેલર અને સોશ્યલ વર્કર એનટીસીપી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.