અમરેલીમાં તબીબનો ભોગ લેતો કોરોનાનો ચેપ ભયાનક તબક્કામાં

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાના ચેપનો હવે સ્થાનિક સ્તરે ફેલાવો શરૂ થયો છે અમરેલીનાં આશાસ્પદ ડો. પંકજભાઇ જાદવનો કોરોનાએ ભોગ લીધો છે પહેલા માત્ર અમદાવાદ સુરત કે મુંબઇથી કોરોનાનું જોખમ હતુ હવે તે ઉપરાંત સ્થાનિક સ્તરે પણ કોરોનાનો ફેલાવો શરૂ થતો હોય તેમ માત્ર બે દિવસમાં કોરોનાનાં પાંચ પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંક્રમિતની સંખ્યા 44 થઇ છે અને 15 દર્દીઓ સાજા થઇ ઘેર ગયા છે.રવિવારે ખાંભાના હંસાપરા વિસ્તારના દરજીકામ કરતા 40 વર્ષના કોઇ બહાર ન ગયેલા આધ્ોડને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા સુરતથી આવેલા ખાંભાના તાલડા ગામના 45 વર્ષના આધ્ોડનો રિપોર્ટ અને અમરેલીનાં મુંબઇથી આવેલા 29 વર્ષના સરદારનગરમાં રહેતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે આજે તા: 22 જૂન સોમવારે અમરેલી જિલ્લામાં કોવિડ-19ના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમરેલીના ઈશ્વરિયાના 50 વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના 47 વર્ષીય પુરુષનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈશ્વરિયાના પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી જયારે સાવરકુંડલાના પુરુષ તાજેતરમાં કોવિડ-19 પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હતા.હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઈનમેન્ટઝોન તરીકે જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કુલ 5 દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે અને 15 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ 44 પોઝિટિવ કેસમાંથી હાલ 25 એક્ટિવ કેસ છે.દરમિયાન અમરેલીના ચિતલ રોડ ઉપર જ્યોર્તિરાવ નગરમાં રહેતા શાંતાબા ગજેરા હોસ્પિટલના એઆરટી વિભાગના હેડ ડો. પંકજભાઇ અરૂણભાઇ જાદવનાં માતા હીરાબેન ઉ.વ.80 ને તા.6 જુનનાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે અમદાવાદથી આવ્યા હતા અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ અને ત્યાર બાદ તા.11 ના ડો. પંકજભાઇ જાદવને પણ કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તા.13 ના તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેમને શાંતાબા ગજેરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલના એઆરટી વિભાગના હેડ એવા ડો. જાદવની તબીયત વધ્ાુ લથડતા આજે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ તેમના મૃત્યુના સમાચારે અમરેલીની તબીબી આલમમાં શોકની લાગણી જન્માવી છે અને સાવ સાજા નરવા એવા ડોકટર 15 દિવસમાં મૃત્યુ પામતા અમરેલીના બેદરકારીથી રખડતા લોકોને કોરોનાની ઘાતકતા સમાજય તો સારૂ.