અમરેલીમાં તમામ લોકો આવતાં ર1 દિવસ સુધી એક સાથે વરાળના નાસનો પ્રયોગ કરે તો કદાચ સંક્રમણ કાબૂમાં આવી શકે : ડો. ભરતભાઇ કાનાબાર

  • ગરમ વરાળના નાસ, કોરોનાના વાયરસ સામે કારગત નીવડી શકે તેવી સંભાવનાઓ છે
  • તબીબી વિજ્ઞાન પાસે કોઈ અસરકારક દવા ઉપલબ્ધ નથી અને સચોટ વેક્સીન નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકે તેમ નથી

અમરેલી,

કોરોના વાયરસ સામેના જંગમાં હાલ તબીબી વિજ્ઞાન પાસે કોઈ અસરકારક દવા ઉપલબ્ધ નથી અને સચોટ વેક્સીન નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકે તેમ નથી તેવા સંજોગોમાં આયુર્વેદમાં સૂચવેલ કેટલાંક ઉપાયોની વ્યાપક અજમાઈશ થઈ રહી છે. પ્રતિકાર શક્તિ વધારે તેવા (ઈમ્યુનિટી બુસ્ટર) ઉકાળાઓ, ગરમ પાણી, સૂંઠ જેવા ઔષધો વિશે અનેક જગ્યાએ લખાયું છે, પરંતુ, છેલ્લા કેટલાંક સમયથી ગરમ વરાળના નાસની ઉપયોગીતા વિષે સોશીયલ મીડીયામાં વ્યાપકપણે ચર્ચા થઈ રહી છે. તાર્કિક રીતે ગરમ વરાળના નાસ આ વાયરસ સામે ખુબજ અસરકારક હથિયાર સાબિત થઈ શકે તેમ છે. આ સમજવા સૌ પહેલા કોરોનાના વાયરસથી આપણે કઈ રીતે સંક્રમિત થઈએ છીએ તે જાણવું જરૂરી છે.

કોરોનાનો ફેલાવો :-

                           કોરોનાના વાયરસ – કોવિડ-19 સંક્રમિત વ્યક્તિના શ્ર્વસનતંત્ર (નાક અને મોં) માંથી નીકળતાં વાયરસ  છીંક, ઉધરસથી હવામાં ફેંકાતા ડ્રોપલેટથી થાય છે. જયારે આપણે સંક્રમિત વ્યક્તિની 3-મીટર થી પણ વધુ નજીક હોઈએ અને માસ્ક ન પહેર્યો હોય ત્યારે આવી વ્યક્તિના બોલવાથી, હસવાથી, ગાવાથી કે છીંક-ઉધરસ દ્ઘારા આ ડ્રોપલેસ આપણા શ્ર્વસનતંત્રમાં પ્રવેશી જાય છે. આ પ્રકારના સંક્રમણમાં આપણામાં પ્રવેશતો વાયરસનો લોડ મોટો હોવાની શક્યતા છે. જેના કારણે સંક્રમિત થનાર વ્યક્તિને વધારે મુશ્કેલી પડવાની શક્યતાઓ રહેલી છે. આટલા માટે જ માસ્કની અનિવાર્યતા પર હવે નિષ્ણાંતો અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા WHO ભાર મુકી રહી છે.આ સિવાય સંક્રમિત વ્યક્તિના સીધા સ્પર્શથી, તેણે વાપરેલ વસ્તુને સ્પર્શ કરવાથી પણ વાયરસ આપણા હાથથી આપણાં મોં, નાક કે આંખ દ્ઘારા આપણા શ્ર્વસનતંત્રમાં પ્રવેશી શકે છે. આ પ્રકારના સંક્રમણમાં વાયરસનો લોડ ઓછો હોવાની શક્યતા છે. આ સિવાય બંધિયાર રૂમમાં કે હોલમાં જયાં હવાની અવરજવર ઓછી હોય અને ભીડ હોય અને વિશેષ કરી સેન્ટ્રલી એરકન્ડીશનીંગ સીસ્ટમ હોય તો પણ વાયરસનો ચેપ લાગવા સંભવ છે.એક્વાર વાયરસ પ્રવેશે પછી સંક્રમિત વ્યક્તિ રોગના 3 જુદા જુદા તબકકાઓમાંથી પસાર થાય  છે.

સ્ટેજ – 1 (શરૂઆતના 1 થી 5 દિવસ) :-

આ સમય દરમિયાન કોવિડ-19 વાયરસ આપણા નાક અને ગળાની સપાટીના સેલ પર ચોટી જાય છે. પ્રથમ પાંચેક દિવસ સુધી આ વાયરસ લોકલ રહે છે અને દર્દીમાં ઝાઝા લક્ષણો દેખાતાં નથી.

સ્ટેજ – 2 (3 થી 12 દિવસ) :-  

આ સમયગાળામાં  વાયરસની સંખ્યા ખુબજ ઝડપથી વધે છે અને નાક-ગળામાંથી શ્ર્વસન નળી મારફતે ફેફસા સુધી પહોંચી જાય છે. 80 % જેટલા દર્દીઓમાં વાયરસની અસર આટલા પુરતી મર્યાદિત રહે છે અને દર્દીને સુકી ઉધરસ, શરદી, તાવ, શરીર તુટવું, માથું દુખવું, કમર તથા બન્ને પગમાં તોડ થવી જેવા લક્ષણો દેખાય છે.

સ્ટેજ – 3 (ન્યુમોનીયા સ્ટેજ)  :- 

લગભગ  20 %  દર્દીઓમાં આ વાયરસ ફેફસામાં ગંભીર અસરો ઉભી કરે છે અને દર્દીને ઓક્સિજનની જરૂર પડે છે.  છાતીના CT સ્કેનમાં ખુબ જ વહેલાં આવા દર્દીઓમાં નિદાન થઈ શકે છે.દર્દીને રોગ કેટલો ગંભીર બનશે તેનો આધાર શરૂઆતના તબકકે પ્રવેશેલ વાયરસનો લોડ (જથ્થો), દર્દીની પ્રતિકાર શક્તિ, તેનું વહેલું નિદાન અને ઘનિષ્ઠ સારવાર – આ બધા પિરબળો પર રહેલો છે. એટલાં માટે જ દર્દીનું નિદાન અને એની સારવાર વહેલી થાય તે ખુબજ જરૂરી છે. પ્રથમ પ દિવસ દરમિયાન તાવ, ખાંસી, શરીર તુટવું જેવા લક્ષણો બાદ જો રોગ આગળ વધે તો દર્દીને શ્ર્વાસ ચડવાની તકલીફ ઉભી થાય છે. અનાયાસે આપણે સંક્રમિત થઈએ તો પણ જો માસ્ક પહેરવાની ચીવટ રાખી હોય તો સંક્રમણ વખતના વાયરસનો પ્રારંભિક લોડ ઓછો રહેવાની શક્યતા છે. જેના કારણે આવી સંક્રમિત વ્યક્તિમાં રોગના લક્ષણો સામાન્ય રહે છે અને દર્દી ગંભીર પિરસ્થિતિમાં મુકાતાં બચી શકે છે.સામાન્ય કલોથ માસ્ક કે સર્જીકલ માસ્ક સામાન્ય ફલુના વાયરસ, સીઝનલ કોરોના વાયરસ NON SARS COV 2 તથા બેકટેરીયા રોકી શકે છે પણ સાઉથ કોરીયામાં થયેલ એક અભ્યાસ પ્રમાણે કોરોનાના લક્ષણો વાળી વ્યક્તિના સંપર્કમાં આવવાનું થાય તો આવા માસ્ક કોવિડ-19ના વાયરસને રોક્વામાં અસરકારક સાબિત થયા નથી.  N95 માસ્ક 0.3 માયક્રોનની સાઈઝના 95 %  જેટલા પાટીકલ સામે રક્ષણ આપે છે. એટલે ભીડ વાળી જગ્યાએ, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતાં લોકોએ આ પ્રકારના માસ્ક પહેરવા વધુ સલામત ગણાય.

વરાળના નાસ :-               

કોરોનાના વાયરસ ફરતે લીપીડ (ચરબી)નું આવરણ (કોટીંગ) હોય છે. પ6ં સે. ઉષ્ણતામાને આ વાયરસ 15 મિનિટમાં પોતાની સંક્રમણ કરવાની શક્તિ ગુમાવી દે છે. અને 70ં સે. ઉષ્ણતામાને તો આ વાયરસનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. એજ રીતે 95 % કરતાં વધુ ભેજની સ્થિતિમાં માત્ર 38ં સે. ઉષ્ણતામાને જ આ વાયરસ મરી જાય છે. આમ ગરમ પાણીની વરાળ – કે જેમાં ભેજ અને ઉચું ઉષ્ણતામન બન્ને હોય છે તે આ વાયરસ સામે ખુબજ અસરકારક નીવડી શકે. આપણે શરૂઆતમાં જોયું તેમ સંક્રમણના પ્રથમ સ્ટેજમાં લગભગ પ દિવસ સુધી આ વાયરસ નાક અને ગળામાં રહે છે અને ત્યારપછી તે શ્ર્વાસનળી અને ફેફસામાં ફેલાય છે. આપણને ખબર પડવી મુશ્કેલ છે કે ક્યારે આ વાયરસે આપણાં નાક યા મોંમાં પ્રવેશ ર્ક્યો. આવા સંજોગોમાં જો નિયમિતપણે દિવસમાં બે વાર ગરમ વરાળના નાસ મોં અને નાક વાટે લેવાય તો આ સંક્રમણ આગળ ન વધે તેવી શક્યતાઓ છે.રોગના પ્રથમ અને બીજા તબકકામાં જયારે આ વાયરસ આપણાં શ્ર્વસનતંત્રના ઉપરના ભાગમાં જ હોય છે ત્યારે આ વરાળની તેના પર ડાયરેકટ અસર થઈ શકે. રોગને આગળ વધતો અટકાવવાની સાથે સાથે શ્ર્વાસનળી દ્ઘારા ફેફસા સુધી પહોંચતા વાયરસનો લોડ પણ આનાથી ઘટી શકે અને સરવાળે વ્યક્તિ સંક્રમિત થાય તો પણ તેવા દર્દીમાં ગંભીર લક્ષણો ઉપસ્થિત ન થાય.કોરોનાના વાયરસને ફેટ (લીપીડ)નું આવરણ હોય બીજા વાયરસ કરતાં તે વધારે હીટ સેન્સીટીવ છે એટલે તેના પર આ પ્રયોગની અસર વધારે થઈ શકે. વરાળના નાસ સાથે ગરમ પાણીના કોગળાં પણ ગળાં અને નાકમાં વાયરસની વૃધ્ધિને અટકાવી શકે. નાસ માટે પાણીમાં વીક્સ, અજમા કે નીલગીરીના તેલના 3-4 ટીપાં ઉમેરી શકાય જેનાથી શ્ર્વસનતંત્રના માર્ગો અને નલિકાઓ વધુ ચોખ્ખી થશે.સામૂહિક રીતે અમરેલી જીલ્લાના લોકોએ આ પ્રયોગ કરવા જેવો છે. અત્યારે દિનપ્રતિદિન પોઝીટીવ દર્દીઓ વધી રહયા છે. આપણે સૌ સાથે મળીને નિર્ણય કરીએ તો દરેક પિરવાર કરી શકે તેવો આ સાદો અને સરળ ઉપાય છે જે બધાને પરવડી શકે. આવતાં 21 દિવસ સુધી અમરેલી જીલ્લાના તમામ લોકો આ પ્રયોગ કરે. દિવસમાં બે વખત ઓછામાં ઓછો આનો પ્રયોગ કરવો જોઈએ. જે લોકોને વધુ બહાર નિકળવાનું થતુ હોય,  તે 3 વાર આ પ્રયોગ કરે. શક્ય હોય તો આનો તમારાં સગાં-સબંધી અને સ્નેહી મિત્રોમાં આ વાતનો પ્રચાર કરશો. ઘડી ભર માની લઈએ કે કોઈ મોટો ફાયદો ન થાય તો પણ આનું નુકશાન પણ નથી. કમસે કમ સાદા ફલુ અને શરદી-ઉધરસના દર્દીઓને તો ચોકક્સ ફાયદો થશે. તો ચાલો સાથે મળીને સંકલ્પ કરીએ. 1 ઓગસ્ટથી ઓછામાં ઓછું 21 દિવસ સુધી જીલ્લાના નાનાં મોટાં તમામ લોકો આ પ્રયોગ ચાલું રાખે. 21 દિવસ બાદ આપણે પિરણામોની સમીક્ષા કરીશું. નાસ લેતાં તમારાં પોતાના ફોટા વોટસએપ, ફેસબુક કે ટવીટર દ્ઘારા અન્યોને મોકલો. એક આશા સાથે આપણે સૌ સાથે મળી આ એક સાદા ઉપચારનો પ્રારંભ કરીએ. આયુર્વેદના નિષ્ણાંત ડો. દેવાંગી જોગણનો આ ઉપચારની સમજણ આપતો એક સુંદર વીડીયો સોશીયલ મીડીયામાં ઉપલબ્ધ છે જે પણ જોઈ શકાય.