અમરેલીમાં તલાટી મંત્રીની ભરતી પરીક્ષા અનુલક્ષીને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત

અમરેલી,
આગામી તા.07/05/2023ના રોજ ક.12.30 થી ક.13.30 સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3ની ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પંચાયત સેવા વર્ગ-3ની ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક પરીક્ષા સબબ પરીક્ષા કેન્દ્ર ખાતે પુરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. અમરેલી જિલ્લામાં કુલ-09 પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ-48 પરીક્ષા કેન્દ્રો પર કુલ-15,330 વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષામાં જીઁ-1, ઘરૂજીઁ-2, ઁૈં-10, ઁજીૈં-28 તથા પોલીસ કર્મચારીઓ-374 થી પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર પૂરૂષ તથા મહિલા ઉમેદવારોનું અલગ-અલગ ચેકીંગ અને ફ્રિસ્કીંગ કરવામાં આવશે. દરેક કેન્દ્રો પર મહિલા ઉમેદવારોને ચેક કરવા માટે એન્કલોઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા દરમ્યાન તમામ કેન્દ્રો પર પોલીસ દ્વારા બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. અત્રે જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર બિન જરૂરી લોકોના ટોળા ન થાય તેમજ કેન્દ્રોની નજીક આવેલ કોચીંગ સેન્ટરો પર પણ પોલીસ નજર રાખી રહી છે. આ તલાટી કમ મંત્રીની પરીક્ષા દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,અમરેલી ખાતે સોશીયલ મીડીયા જેવા કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર તથા વ્હોટ્સએપ પર જરૂરી વોચ રાખવામાં આવી રહી છે. સમગ્ર પરીક્ષા દરમ્યાન ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવામાં કે અન્ય કોઇ સમસ્યા જણાય તો અત્રે જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમના ફોન નં. 02792- 223498 પર સંપર્ક કરી શકે છે.