અમરેલીમાં તાપમાનનો પારો નીચે ઉતરી ગયો : 40.8 ડીગ્રી

અમરેલી,
અમરેલી જિલ્લામાં સતત ગરમીનું પ્રમાણ વધારે રહેતા જન જીવનને વ્યાપક અસર જોવા મળી હતી. સતત એક અઠવાડીયા સુધી 43 ડીગ્રી આસપાસ તાપમાન રહ્યાં બાદ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ અમરેલીમાં આજે તાપમાન 40.8 ડીગ્રી, ન્યુનતમ તાપમાન 21.5 અને ભેજનું પ્રમાણ 83 ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતી 7.9 હતી.
અચાનક તાપમાન ઘટ્યાંની સાથે ભેજનું પ્રમાણ વધતા ઠંડી અને ગરમીનો મિશ્ર અહેસાસ જોવા મળ્યો હતો. જોકે સાંજ સુધી તડકો આકરો રહ્યો હતો પરંતુ ભેજ અને પવનને કારણે લોકોને આંશિક રાહત જોવા મળી હતી.