અમરેલીમાં તીસરી આંખ જેવા કેમેરાની મદદથી પોલીસે રૂા.દોઢ લાખની લક્કી મુળ માલીકને પરત અપાવી

  • રસ્તામાં પડી ગયેલી લક્કીને ઉઠાવનાર વ્યક્તિને શોધી પોલીસે સોનાની લક્કી મુળ માલીક સુધી પહોંચાડી

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ. રાણા તથા પોલીસ વાયરલેસ ઇન્સ્પેકટરશ્રી એસ.બી. પટેલના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકાર ગૃહ વિભાગ હસ્તકના વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૭*૭ કલાક સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૧૬-૧૧-૨૦૨૦ ના રોજ અમરેલી શહેરના નાગરીક જય રમેશભાઇ ત્રાપસીયારહે. માણેકપરા, અમરેલીએ પોતે સ્ટેશન રોડ પરથી પસાર થતી વખતે તેઓની આશરે ત્રણ તોલાની સોનાની લક્કી કિંમત આશરે રૂા. ૧,૫૦,૦૦૦ ની પડી ગયેલ હોવાનું જણાવેલ જેની તપાસ કરી આપવા અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)ની મુલાકાત લીધોલ. કમાંડ કંટ્રોલ સેન્ટર ખાતેના ફરજ પરના સ્ટાફે તાત્કાલીક સ્ટેશન રોડ પરના સીસીટીવી ફુટેજ ચકાસતા સ્ટેશન રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની સામે કોઇ રાહદૃારી વ્યક્તિ નીચે નમી કોઇ ચીજ ઉપાડતો હોવાનું જોવા મળેલ જે વ્યક્તિની સીસીટીવી કેમેરાના આધારે ટ્રેક કરી તેની પુછપરછ કરતા તેઓને રસ્તા પરથી સોનાની લક્કી મળેલ હોવાનું જણાવેલ જે સોનાની લક્કી જય રમેશભાઇ ત્રાપસીયાઓની હોવાની ખરાઇ થતા તેઓને પરત કરવામાં આવેલ છે.આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ. રાણા તથા પોલીસ વાયરલેસ ઇન્સપેકટરશ્રી એસ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફ દ્વારા સીસીટીવી સર્વેલન્સની કામગીરી દરમ્યાન સોનાની કિંમતી લક્કી શોધી કાઢી મુળ માલીક જય રમેશભાઇ ત્રાપસીયાઓને સોંપેલ છે.