અમરેલીમાં ત્રણ બાળકો ડુબ્યાં, બે નાં મોત

અમરેલી,
અમરેલીના રંગપુર રોડ ઉપર આવેલ તુનીવિદ્યાલય સામે પાણીના ખાડામાં ન્હાવા પડતા અમરેલીના અર્જુન રાજુભાઈ પરમાર ઉ.વ.8. આટકોટ તા. જસદણ ના સનીયો શિવાભાઈ ઉ.વ. 9 મામા-ફઈના બન્ને બાળકોના પાણીમાં ડુબી જવાથી મોત નિપજતા જેશિંગપરાના લોકો અને પોલીસે પહોચી તરવૈયા દ્વારા લાશને બાહર કાઢીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવી હતી. મામા-ફઈના બે બાળકોના ડુબી જતા મોત નિપજતા પરિવારજનોમાં કરૂણાંતીકા વ્યાપી છે.