અમરેલીમાં દત્ત મંદિરમાં ધોળા દિવસે તસ્કર ચાંદીનું છત્તર ચોરી ગયો

  • તસ્કરરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ, ટ્રસ્ટી મંડળે અમરેલી સીટી પોલીસમાં નોંધાવી ફરિયાદ 

અમરેલીમાં ચિતલ રોડ પર આવેલ દત મંદિર ખાતે તા. 20/7 ના રોજ સવારના સમયે અજાણ્યો શખ્સ દર્શન માટે આવી રૂપિયા 20 હજાની કિંમતનું ચાંદીનું છત્તર ચોરી કરીને લઇ જતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી.