અમરેલીમાં દારૂનો દરોડો : બે શખ્સો ઝડપાયાં

અમરેલી,

અમરેલી સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકક્સ બાતમી આધારે અમરેલીના ધારી રોડ, રોકડનગર જવાના રસ્તા પાસેથી કિશનભાઇ દિપકભાઇ પાથર ઉ.વ.ર4 ધંધો.પ્રા.નોકરી રહે.અમરેલી, જેશીંગપરા રામપરા શેરી નં. 05 શીતળા માતાનું પડુ તા.જી.અમરેલી, વિજયભાઇ ઉર્ફે લાલો ભીખુભાઇ મકવાણા ઉ.વ.31 ધંધો.હિરા ધસવાનો રહે.અમરેલી, જેશીંગપરા,રામપરા શેરી નં. 05 શીતળા માતાનું પડુ.તા.જી.અમરેલી પાસેથી કુલ કિં.રૂ. 10,882/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. 54,384/- સાથે બે શખ્સોને પ્રોહીબીશન વિરૂધ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાધેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ દાનસિંહ તથા હેડ કોન્સ. રાજેન્દ્રભાઇ દકુભાઇ પો.કોન્સ. જગદીશભાઇ સાર્દુળભાઇ પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. વનરાજભાઇ વલકુભાઇ પો.કોન્સ. ધર્મરાજસિંહ હરીસિંહ પો.કોન્સ. જયદેવસિંહ અમરસિંહ દ્વારા કરવામાં આવેલ છે.