અમરેલીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 71.68 ટકા પરિણામ

અમરેલી,
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (એચએસઇ) ધોરણ 12નું પરિણામ જાહેર કરાતા અમરેલી કેન્દ્રનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 71.68 ટકા પરિણામ આવ્યુું છે. અમરેલી કેન્દ્રમાં 2100 પરિક્ષાર્થીઓ પૈકી 2094એ પરીક્ષા આપી હતી. તેમાં ઇક્યુસીમાં 1501, એનઆઇમાં 599 પાસ થયાં છે. કુલ પરિણામ 71.68 ટકા આવ્યું છે. એ જ રીતે બાબરા કેન્દ્રમાં 712માંથી 708 એ પરીક્ષા આપી હતી. જેમાં 506 ઇક્યુસી, 206 એનઆઇ સાથે કેન્દ્રનું પરિણામ 71.47 ટકા અને લીલીયા કેન્દ્રમાં 346માંથી 341એ પરીક્ષા આપી હતી. જેમાં ઇક્યુસીમાં 215, એનઆઇમાં 131 મળી કેન્દ્રનું પરિણામ 63.05 આવ્યું છે. ચલાલા કેન્દ્રમાં 219માંથી તમામે પરીક્ષા આપી હતી જેમાં ઇક્યુસી 115, એનઆઇ 104 મળી 52.51 ટકા કેન્દ્રનું પરિણામ આવ્યું છે. અમરેલી જેશીંગપરાનાં 403માંથી 399એ પરીક્ષા આપી હતી જેમાં ઇક્યુસી 316, એનઆઇ 87 મળી કેન્દ્રનું પરિણામ 79.20 ટકા અને ખાંભામાં 352માંથી 351એ પરીક્ષા આપી હતી જેમાં ઇક્યીસુ 217 અને એનઆઇ 135 મળી કેન્દ્રનું 61.82 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડનું 76.29 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 3 ટકા વધ્ાુ છે. બોર્ડમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.30 ટકા અને કુમારોનું પરિણામ 70.97 ટકા આવ્યું છે. રાજ્યમાં સૌથી વધ્ાુ પરિણામ નવરંગપુરાનું 95.66 ટકા અને સૌથી ઓધ્ાુ પરિણામ મોરવાનું 15.43 ટકા વધીને 30.21 ટકા આવ્યું છે. તેમ બોર્ડનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.