અમરેલીમાં ધોળા દિવસે ધાડ પાડનારને પકડતી એલસીબી

અમરેલી,
ચાર દિવસ પહેલા અમરેલીના નાના બસ સ્ટેન્ડે ચલાલાના ભીમનાથ ફરસાણવાળા વૈભવગીરી હસમુખગીરીના પરિવારની પાસેથી રોકડ અને સોનાની નથણીવાળા પર્સની લુંટ ચલાવી સ્કોર્પીયોમાં આવેલ પાંચ શખ્સો ફરાર થઇ જતા એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી જિલ્લાભરમાં નાકાબંધી ગોઠવાઇ હતી. અમરેલી એલસીબીના ઇન્ચા. પીઆઇ શ્રી આર.કે. કરમટા અને શ્રી પી.એન. મોરીની ટીમે નાકાબંધી દરમિયાન સ્કોર્પીયોમાં નાસી રહેલા દાહોદના મોટી ખારજ ગામના રમેશ કમસુર મીનામા, ઉનીયા રૂમાલ ભાભોર, આશા પુનીયા રૂમાલને લુંટની રકમ પૈકીના 12230 તથા ચાર મોબાઇલ અને સ્કોર્પીયો સાથે પકડી પાડયા હતા. આ ગેંગએ ગયા ડિસેમ્બરમાં અમરેલીના નાના બસ સ્ટેન્ડ પાસે 20 હજારની ચોરી કરેલ તથા માર્ચમાં બગસરામાંથી 15 હજાર અને 15 દિવસ પહેલા ભાવનગરના તળાજામાંથી 2 હજારની ચોરી કરી હતી અને અમરેલીમાં ચાર દિવસ પહેલા લુંટ કરી આજે દશેરાના દિવસે ફરી અમરેલીમાં મોટો હાથ મારવા માટે આવતા એલસીબીના સટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. સીટી પોલીસે આ ઘટના અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.