અમરેલીમાં નગરપાલિકાના પ્રમુખનો તાજ કોના શીરે ?

  • અમરેલી નગરપાલિકામાં પણ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદ સ્ત્રી અનામત છે 
  • શ્રી શિતલબહેન ઠાકર, શ્રી મનીષાબેન રામાણી, શ્રી અલ્કાબેન ગોંડલીયા, શ્રી ખુશ્બુબેન ભટ્ટ અને શ્રી ઉર્મીલાબેન માલવીયા સહિતના નામો પ્રમુખપદ માટે ચર્ચામાં આવ્યા

અમરેલી,
અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદ માટેની પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરાનાર હોય અને અમરેલી નગરપાલિકામાં પ્રમુખપદ જિલ્લા પંચાયતની જેમ જ અઢી વર્ષ સ્ત્રી અનામત હોય અમરેલી નગરપાલિકામાં પ્રમુખ પદ માટે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે પ્રમુખ માટેની પસંદગીની પ્રક્રિયા પ્રદેશ ભાજપમાંથી થનાર હોય કોણ પ્રમુખ બનશે તેની ચર્ચા શહેરમાં સતત ચાલી રહી છે.
અમરેલી પાલિકાના પ્રમુખ પદ માટે ભાજપમાંથી વિજેતા બનેલા શિતલબેન ઠાકર, મનીષાબેન રામાણી, પુર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, ઉર્મીલાબેન માલવીયા અને ખુશ્બુબેન દિગંતભાઇ ભટ્ટ તથા શ્રીમતી રેખાબેન રાણવાનું નામ પણ ચર્ચામાં છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદની પસંદગી શિવરાત્રી પછી થવાની છે ત્યારે અમરેલીમાં પ્રમુખ કોણ બને છે તેની સતત ચર્ચા ચાલી રહી છે.