અમરેલીમાં નગરપાલીકાના 100 કર્મચારીઓએ રેપીડ ટેસ્ટ કરાવ્યા

  • જન જાગૃતી માટે ટેસ્ટ કરાવવાની અવધ ટાઇમ્સની ઝુંબેશમાં જોડાતી અમરેલી પાલિકા
  • 50 વર્ષથી મોટી ઉમરના ચીફ ઓફીસર શ્રી હુણ, એન્જીનીયરશ્રી ખોરાસીયા, શ્રી દેસાઇ સહિતના શાખા અધિકારીઓએ આરટીપીસીઆર કરાવ્યા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાના મોડા નિદાનને કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહયા હોય કોરોનાને રોકવા જન જાગૃતી માટે ટેસ્ટ કરાવવાની અવધ ટાઇમ્સની ઝુંબેશમાં આજે અમરેલી પાલિકા જોડાઇ છે અને પાલીકાને બીજી સરકારી બિનસરકારી સંસ્થાઓને પણ સુંદર સંદેશો આપ્યો છે આજે અમરેલીમાં પાલીકાના 100 કર્મચારીઓએ કોરોનાના રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાય 50 વર્ષથી મોટી ઉમરના ચીફ ઓફીસર શ્રી હુણ, એન્જીનીયરશ્રી ખોરાસીયા, શ્રી હસમુખ દેસાઇ, શ્રી ઉમેશભાઇ યાજ્ઞીક, શ્રી મુકેશભાઇ ભટ, શ્રી નિતીનભાઇ વ્યાસ, શ્રી મનોજભાઇ કાબરીયા સહિતના શાખા અધિકારીઓએ આરટીપીસીઆર કરાવ્યા હતા.