અમરેલીમાં નવરાત્રી પાર્ટી પ્લોટને મંજુરી ન આપવા માંગણી

  • આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ દ્વારા ડો.જી.જે.ગજેરાનાં નેતૃત્વમાં કલેક્ટરને આવેદન પત્ર અપાયું

અમરેલી,આગામી નવરાત્રી તહેવારોમાં અમરેલીમાં ઘણા લોકો સંસ્થાઓ દ્વારા પાર્ટી પ્લોટોનું આયોજન કરવામાં આવનાર છે. તેવી જાણકારી મળી છે તેથી આવા પાર્ટી પ્લોટો ભારતીય સંસ્કૃતિ વિરૂધ્ધ હોય તેમાન ડીસ્કો ડાંડીયા, સ્વચ્છંદી વર્તુણુક, ફિલ્મી ગીતો ઉપર ડાન્સ વગેરે ચાલતુ હોય ખરેખર આ તહેવાર હિન્દુ ધર્મ અને સમાજનો તહેવાર છે. આમા વિધર્મીઓ કે જેમને આ તહેવાર વિષે કશુ જ લાગતુ વળણતુ હોતુ નથી તેઓ કુદકા મારતા હોય છે અને લવ જેહાદનો પ્રયત્ન કરતા હોય છે. મંજુરી હિંદુઓનાં નામે લઇને વિધર્મીઓ આવા પાર્ટી પ્લોટો ઉપર કબ્જો જમાવતા હોય છે તેથી આવા પાર્ટી પ્લોટોને મંજુરી ન આપવા અને જો પાર્ટી પ્લોટ ન થાય તો આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન મળશે અને આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઇ રહેશે.
આપણી બેન દિકરીઓ સલામત રહેશે તેમ કલેક્ટરને પત્ર પાઠવી આંતરરાષ્ટ્રિ હિંદુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ દિલીપભાઇ બામટા, સુરેશભાઇ સોલંકી, મજબુતસિંહ બસીયા, કેતન મકાણી, ડો.દેશાણીએ સંયુક્ત રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.